________________
( ૧૦૭ )
કલારી મારા બાળકનું શું થશે? હે પુત્ર! શાંત અને સર્વાગે સુંદર તું મને સેંકડે સંકલ્પથી પ્રાપ્ત થયા છે, પરંતુ દૂરથી તાસ અંગનું જોવું તે જ મારા માટે તે ઉત્સવરૂપ છે. મારા મૃત્યુ બાદ, તારા પિતા વૈરને ત્યાગ કરી તને અહીં રહેલો જાણીને શરમને અંગે કદાચ તારા પર મહેરબાની કરે. ગર્ભવતી એવી મારા વિષે પ્રેમરહિત અને દયાવિહીન યમરાજા સર તે રાજા તારે સ્વીકાર કેમ કરશે? બસ કર, બસ કર, હે બેટા ! તું રુદન કરતા બંધ થા. હું તારું પાલન કરીશ. હે વનરાજ ! તું રુદન કરતો બંધ થા. જે મેં સમ્યક પ્રકારે શીલ પાળ્યું હોય તે મારી બંને ભુજાઓ મને પ્રાપ્ત થાઓ, જેથી હું પુત્રનું પાલન કરી શકું.” આ પ્રમાણે વાત્સલ્ય, વિધુરતા અને ધીરજવાળી ગદ્ગદ્ વાણું બોલતી તેણીના શિયળના પ્રભાવથી તે સમયે ઠુંઠા જેવા મહાવૃક્ષની બે ડાળી સરખી અને પહેલાં કરતાં અધિક ભાવાળી બે ભુજાઓ પ્રગટી નીકળી એટલે પિતાના હસ્તરૂપી સમૃદ્ધિ પ્રાપ્ત થવાથી હર્ષને અંગે પિતાના પુત્રને હૃદય સાથે ગાઢ આલિંગન આપી રહી હતી તેવામાં પૂર્વ દિશામાં ચંદ્રનું, જગતના નેત્રને આનંદ આપનાર ઉજવળ બિંબ જોયું. વરુ, સિંહ, વાઘ અને સર્પ વિગેરે પ્રાણીઓ વિનાનું, ફલ અને પુષ્યરૂપી સમૃદ્ધિયુક્ત અને દાવાનલ રહિત તે વન બની ગયું તેમજ સૂકાઈ ગયેલી તે નદી પણ અચાનક પ્રગટી નીકળેલ પાણીના પ્રવાહને લીધે બંને કાંઠામાં ભરપૂર બની જવાથી જલ્દી પાર ન કરી શકાય તેવી બની ગઈ. આકાશપટમાં ઊગેલા સેળ કલાપૂર્ણ ચંદ્રને જોઈને ચકોરેએ અસાધારણ રસપૂર્વક કુમુદનું સેવન કર્યું તેમજ ચંદ્રની મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com