________________
આદર્શ જૈન સ્ત્રીરો ભાગ જે
( ૧૦૮ ). હર કાંતિથી અંધકાર દૂર કરાયે છતે જેમ યુવાવસ્થામાં કન્યા સૌંદર્યવતી બને તેમ તે રાત્રિ સુંદર બની ગઈ.
આ પ્રમાણે વનદેવીઓના પ્રભાવથી રમ્ય બનવાને અંગે મનની પીડા દૂર થવાથી કલાવતીએ નદીમાં સ્નાન કરીને કાંઠા પર રહેલ વૃક્ષની નીચે રહેલ ફિટિક મણિની શિલા પર છેડે સમય સુખપૂર્વક નિદ્રા લીધી. રાત્રિના પાછલા ભાગમાં પુત્રની ચિંતાથી નિદ્રા રહિત બનેલ અને કમલપત્ર જેવા નેત્રવાળી અને ઉત્સાહપૂર્વક ઉઠેલી કલાવતી જોવામાં જુએ છે તેવામાં સતી એવી તેણીએ પત્થરની કોતરેલી પૂતળીના સ્તનમાંથી કરતાં દુષ્પપાનને કરતાં પિતાના પુત્રને આશ્ચર્યપૂર્વક નીહાળે. વનદેવીની તથા પ્રકારની ઉત્તમ કૃતિને મસ્તકવડે પ્રણામ કરીને ઉત્કૃષ્ટ આનંદને ધારણ કરતી સ્વર્ણ બાહુની બેન કલાવતીએ,
પોતાની જાતનું રક્ષણ કરનાર છે ” એવા પ્રકારનું જાણીને કેઈપણ પ્રકારની ચિંતા કરી નહી અને હવે તે નિશ્ચિંત બની.
જે શીલના પ્રભાવથી અત્યંત અસંભવિત એવી બંને બાહુની પ્રાપ્તિ થઈ, વૃષ્ટિ વિના પણ નદી જળથી પરિપૂર્ણ બની અને પત્થરની પૂતળીએ પણ ધાવમાતાનું કાર્ય કર્યુંઆ ત્રણ પ્રકારના આશ્ચર્યો કલાવતી સિવાય બીજી કઈ પણ વ્યક્તિને માટે કેઈપણ સ્થળે જોવાતા નથી.
આ બાજુ સારથિએ આવીને શંખરાજાને પિતાનું કાર્ય જણાવ્યું અને ત્યારબાદ બંને ચાંડાલણીઓએ પણ આવીને પિતાને સુપ્રત કરવામાં આવેલ હસ્ત- છેદનનું કાર્ય રાજાને જણાવ્યું. ગવાક્ષમાં રહેલા રાજાને તે ચાંડાલણઓએ ઊભી રહીને કલાવતીની કાપેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com