________________
કલાવતી
( ૧૦૯ ) બંને ભુજાઓ દૂરથી બતાવી. છેદેલી લતા સરખી કલાવતીની તે બંને ભુજાઓને જોતાં રાજા, સાચી વસ્તુને નિર્ણય ન થવા છતાં પણ દયાને લીધે ધ્રુજી ઊઠ્યો. ખરેખર સજજન પુરુષે સામાને દુઃખ આપીને શિક્ષા કરીને પોતે જ સંતાપ પામે છે; જ્યારે પાપી પુરુષે સેંકડે કાર્ય કરીને લેશમાત્ર શરમાતા નથી.
પછી તે બંને બાજુબંધને ઓળખી કાઢવાને માટે, રાજા પિતે દયાળુ હોવા છતાં પણ તેણેની પાસેથી બંને બાજુબંધ મગાવીને જેવા લાગે એટલે તેણે તે બાજુબંધ પર કલાવતીના ભાઈ “સ્વર્ણ બાહુ’ના નામના અક્ષરે સ્પષ્ટ રીતે કરેલા નીહાળ્યા. તે અક્ષરે વાંચતાની સાથે જ શંખરાજા નદીના પ્રવાહથી ઉખાડાયેલ વૃક્ષની માફક અથવા વાથી હણાયેલા પર્વતની માફક મૂચ્છ પામીને પૃથ્વી પીઠ પર પડી ગયે, એટલે નજીકમાં રહેલા સેવકવર્ગે જળથી ભીંજાયેલા વીંઝણ(પંખો)થી વાયુ નાખે અને “હે સ્વામી! તમે શાંત થાઓ,” એમ બોલવા લાગ્યા.
સચેતન થવા બાદ તે અક્ષરપંક્તિને વારંવાર જોતાં રાજાએ અંત:પુરવર્ગને તે દિવસ સંબંધી સમસ્ત વૃત્તાન્ત પૂછે. તેઓએ રાજાને જણાવ્યું કે –“હે દેવ! આજે સવારના કલાવતીના પિયરથી ફર્મ નામને કંચુકી આવ્યું હતું. ત્રણસે દાસીઓ, એક હજાર ઘોડેસ્વાર તેમજ પાયદળ સૈન્ય સાથે સસલા નામની ધાવમાતા આવી હતી. તેઓ બંનેએ કલાવતીના સ્વજનવગે આપેલ વસ્તુ તથા સંદેશાઓ હર્ષપૂર્વક
ગ્રહણ કરતાં દેવીને સમસ્ત દિવસ વ્યતીત થઈ ગયો. આપનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com