________________
( ૧૨૯ )
તારા
તેણે તેને ખપ્પર–પાત્રમાં ભેજન લઈને આપ્યું. પછી તેણે પેલા પુરુષને કહ્યું કે–તું શું કહેવા માગે છે? ત્યારે તેણે પૂર્વોક્ત રાજાના કહ્યા પ્રમાણે કહી સંભળાવ્યું, જે સાંભળતાં તે બેલી કે-હું તો ચંડાલણી છું. શું રાજા પણ એ જ છે? કે જે મારા અંગના સંગને ઈચ્છે છે. આથી તે નોકરે લજિત થઈ બધું રાજાને જઈને સંભળાવ્યું. ત્યારે રાજાએ શેઠને બોલાવીને કહ્યું કે-અરે! તારા ઘરમાં રહેલ ચંડાલણી વટલાવે છે. એટલે સમયને જાણનાર શ્રેષ્ઠીએ રાજાને કહ્યું કેહે દેવ ! તે ઘરની બહાર રહે છે અને ખાય છે, તેથી વટાળનો સંભવ નથી. પછી ઘરે આવીને શ્રેષ્ઠીએ તારાને પૂછ્યું કે
તારો વ્યતિકર શો છે?” આથી તારાએ મૂળથી પિતાને બધો વૃત્તાંત શેઠને કહી સંભળાવ્યું, જે સાંભળતાં શ્રેષ્ટીએ કહ્યું કે તું તે મારી દેવીલા બહેનની પુત્રી છે. આટલા દિવસ તેં મને તારી ઓળખાણ ન આપી તે અયુક્ત કર્યું. હવે ચંડાળ અને ધનશેઠ પાસેથી તારા પુત્રને હું છોડાવીશ.” એમ કહીને સુમતિ શેઠે તેને ધીરજ આપી.
એવામાં અહિં તારા ધનશેઠના ઘરે ગઈ. ત્યાં પિતાના પુત્રને ન જેવાથી તે નગરના પાદરે આવી. તેવામાં દૈવયોગે શંખચૂડને સર્ષ કર્યો. તેના વિષથી વ્યાકુળ થઈ મહીતલ પર પડેલ પિતાના પુત્રને જોતાં હા! મારું સત્યાનાશ વળ્યું ! એમ બોલતી અને કરતલથી હદયને કૂટતી તારા વિલાપ કરવા લાગી કે-હા ચંદ્રવદન ! હા કમળનયન ! હા મધુર બોલનાર સુતરત્ન! મને પુણ્યહીનને મૂકીને તું અન્યત્ર ક્યાં ચાલ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com