________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જો
( ૧૨૮ ) તેને કહેવા લાગી કે-“હે વત્સ! પુણ્યને લીધે ઘણા લાંબા સમયે મેં તને જીવતે જે. એમ બોલતી અને સંતપ્ત થતી તારા પુત્રને આલિંગન દેવા ગઈ. એવામાં તે બેભે કે-હે માતા ! મને અડકીશ નહિ કારણ કે દૈવયોગે નાવ ભાંગતાં પાટિયાના આધારે હું સમુદ્રતીરે નીકળે. ત્યાં કઈ પુરુષે મને લઈ આવીને આ નગરમાં ચંડાળના ઘરે વેચે. તે હું અત્યારે ધન શ્રેણીના ઢોર ચારું છું એટલે તારાએ પિતાનો વૃત્તાંત કહીને તેને જણાવ્યું કે હે વત્સ! તું મને મળ્યા કરજે.
હવે એ નગરમાં રાજશિરોમણિ મણિરથ નામે રાજા હતું. તેને કેઈએ કહ્યું કે-હે રાજેદ્ર! અહિં સુમતિ શેઠના ઘરે એક મૃગાક્ષી છે કે જે અસરાની જેમ જગતને આશ્ચર્ય પમાડે તેવી છે. વળી તે શરીરે મલિન અને ફાટેલટેલ વસ્ત્ર પહેરે છે, છતાં તે અપૂર્વ લાવણ્યથી લોકોના લોચનને લલચાવે તેવી છે, કારણ કે રજકણથી આચ્છાદિત છતાં સુવર્ણ કંઈ શ્યામ થઈ જતું નથી. એમ સાંભળતાં રાગવશ થયેલ રાજાએ તેને લાવવા માટે પોતાના એક પુરુષને મોકલ્યું. એટલે તેણે જઈને શેડના ગૃહ-દ્વાર પર બેઠેલ તારાને કહ્યું કે-હે ભદ્રે ! પૂર્વોપાર્જિત પુણ્યરૂપ વૃક્ષ આજે તને ફળ્યું છે કે રાજા મેટા અનુરાગથી તને બેલાવે છે, માટે સત્વર ચાલ. આ પ્રમાણે સાંભળતાં જાણે વજીથી ઘાયલ થઈ હોય તેમ તારા પોતાના હૃદયમાં બહુ ખેદ પામી, અને અહા ! હવે હું શીલની રક્ષા શી રીતે કરી શકીશ? એમ ભારે ચિંતામાં પડી ગઈ.
એવામાં ત્યાં શંખચૂડ આવી ચડે. એટલે તારાએ તેને પિતાના ખોળામાં બેસારીને તેના મુખે ચુંબન કર્યું તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com