________________
તારા
( ૧૨૭ ) તીરે ભમતાં તે એક ભિલ્લના જોવામાં આવી એટલે તેણે તેને પલ્લીમાં લઈ જઈને પિતાના પલ્લી પતિને સેંપી. તારાના રૂપમાં મેહિત થયેલ પલ્લી પતિએ તેને ભેગની પ્રાર્થના કરી. પણ તારાએ તેનો અનાદર કર્યો. પછી પલ્લીપતિએ વિચાર કર્યો કે એ નહિ માનશે તે બલાત્કારથી એને ભેગવીશ. એમ ધારીને તે સૂઈ ગયે. એવામાં કુળદેવતાએ સ્વપ્નમાં તેને શિખામણ આપી કે—હે મૂઢ! એ મહાસતીને તું સતાવીશ નહિ. હે મૂર્ખ ! શું તે એટલું પણ સાંભળ્યું નથી કે – સિંહના કેશરા, સતીના સાથળ, સુભટના શરણે આવેલ અને આશીવિષ સર્ષના શિર પર મણિ–એ શું કેઈથી પામી શકાય? આથી તે પલ્લીપતિએ શાંત થઈને પિતાના પુરુષને કહ્યું કે એને લઈને મંગલપુરમાં વેચી આવે. એટલે તેઓ તારાને લઈને મંગલપુરમાં ગયા. ત્યાં સુમતિ નામના શ્રેષ્ઠીએ તારાને વેચાતી જોઈને દયા આવવાથી તે પુરુષોને મેં–માંગ્યું દ્રવ્ય આપી, તારાને લઈને પોતાના ઘરે આવી પોતાની ભદ્રા નામની ભાર્યાને કહ્યું કે હે સુતનુ ! આને તારે પુત્રી સમાન સમજવી.” એમ સાંભળતાં ભદ્રા વિચારવા લાગી કે-“શેઠ મુખથી તો એને પુત્રી કહી બતાવે છે, પરંતુ મને લાગે છે કે એના રૂપમાં મેહ પામીને છેવટે વખતસર એ ધૂર્ત એને પિતાની ગૃહિણી બનાવશે.” એમ ધારીને ભદ્રા તારાને બહુ જ અનાદરથી જેવા લાગી. તેમ છતાં પતિ અને પુત્રના સમાગમની આશા રાખીને તારા તે બધું સહન કરવા લાગી.
એક દિવસે તારા પાણી ભરવા ગઈ ત્યાં માર્ગમાં ભમતા પિતાના પુત્ર શંખચૂડને જોઈને અત્યંત પ્રભેદ પામતી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com