________________
આદ જન સ્ત્રીરને ભાગ ૨ જે
( ૧૨૬ ) જણાય છે. અહે! એ ધન્ય છે કે મારા જે રાજા પ્રાર્થના કરનાર છતાં જે અનુરક્ત ન થઈ. એમ ચિંતવીને રાજા કહેવા લાગ્યું–હે મિત્ર! એમાં અયુક્ત શું છે? સ્નેહી મિત્રોનું સ્નેહ સમાગમ કંઈ અવિરુદ્ધ નથી! પછી રાત્રી ત્યાં જ ગાળીને પ્રભાતે ચંદ્ર પિતાને ઘરે આવ્યા અને રાત્રિને વૃત્તાંત તેણે તારાને કહી સંભળાવ્યું. જે સાંભળતા તારા બોલી કે—હે નાથ ! એમ વિલક્ષ થયેલ રાજા કેઈવાર કે પાયમાન થશે માટે આપણે સિંહલદ્વીપમાં તમારા મામા પાસે જઈએ.
એવામાં મદન નામે સાર્થવાહ સિંહલદ્વીપ તરફ જતો હતો, એટલે સમુદ્ર ઓળંગવાના ઈરાદાથી ચંદ્ર, શંખચૂડ અને તારા સહિત તે સાર્થવાહના વહાણમાં બેઠે. ત્યાં તારાના મુખરૂપ ચંદ્રમાને જેવાથી મદનને મનસમુદ્ર અનેક કુવિકલ્પરૂપ કલેલથી ઉછળવા લાગ્યા. તે જાણવામાં આવતાં તારા અને ચંદ્ર અને પિતાના રૂપનું પરિવર્તન કરીને બેસી રહ્યા. હવે મદનમસ્ત મદને રાત્રે તારાને પુરુષ સમજીને સમુદ્રમાં નાખી દીધી અને ચંદ્રને સ્ત્રી જાણીને તેને આલિંગન કરવા તત્પર થયે. એટલે ચંદ્ર પુરુષરૂપે પ્રગટ કર્યું જેથી મદન વિલક્ષ થઈ ગયે. એવામાં અકાર્ય કરનારાઓને કુશળતા કયાંથી હોય? એમ જાણે પ્રગટ બતાવવા, મહિલાના હૃદયમાં રહેલ ગુહ્ય વાતની જેમ હાણ તરત ભાંગી પડયું. ત્યારે સ્વામી મરણ પામતાં સેવકની જેમ વહાણ ભાંગતાં લેકે સમુદ્રમાં પડ્યા અને બધા જુદા પડીને કોઈ બૂડી મુઆ અને કોઈ ક્યાંય કિનારે પહોંચ્યા. - હવે તારા સમુદ્રમાં પડતાં તેના શીલના પ્રભાવથી સંતુષ્ટ થયેલ દેવતાએ તેને વિના સંકટે કિનારે પહોંચાડી. ત્યાં સાગરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com