________________
( ૧૨૫ )
તારા
તારા જેટલામાં પુપે વેચે છે તેવામાં રાજા ત્યાં આવી ચડ્યો. ત્યારે તારાને ન જેવાથી તેણે કહ્યું કે-“હે માળી ! આજે તારી ભાર્યા કેમ દેખાતી નથી? તેના શરીરે શું તાવ લાગુ પડ્યો છે?” એટલે તારા હસીને બેલી કે–હે દેવ ! તેને તાવ લાગુ પડી નથી, પરંતુ તેને કામ જવર લાગુ પડ્યો લાગે છે. પછી બીજે દિવસે રાજાએ તારાને સ્વાભાવિક રૂપમાં જોઈ તેથી પરિહાસ કરતા રાજાને તારાએ કહ્યું કે-હે દેવ! એ તલમાં તેલ નથી. તું સારી રીતે ભૂલ્યા છે. તેમ છતાં રાજાએ રાત્રે પોતાનો નોકર મેકલીને તારાને બોલાવી એટલે તિલથી તેણે પોતાના પતિને ચંદ્રને સ્ત્રીરૂપ બનાવીને મોકલ્યો. તે રમણરૂપ ચંદ્રને પેલો પુરુષ રાજાના વાસગૃહમાં લઈ ગયે. તેને જોતાં ભૂપતિ અંતરમાં વિચારવા લાગ્યું કેઅહે! એનું રૂપ-સૌંદર્ય ! એના સ્તન, વદન, લેચન, કર અને ચરણમાં જે સુંદરતા છે, તેના પ્રમાણમાં જગતમાં અન્ય લલનાઓને લેશ માત્ર પણ નહિ હોય. પછી તેને શય્યા પર બેસારી, પુષ્પ, અંગરાગ અને તાંબૂલ આપતાં રાજા પોતાનો દઢ અનુરાગ પ્રગટ બતાવીને કહેવા લાગે કે-“તારા વિરહમાં દુઃખાનલથી મારું શરીર જે સંતપ્ત થયું છે, તે હે સુચને! તારા અમૃત સમાન સંગમથી સત્વર શાંત કર !” એમ કહેતાં રાજા ચંદ્રના ગળે બાઝયે. એવામાં સ્ત્રી રૂપને તજીને તે બોલ્યા કે-“હે રાજન ! આ અયુક્ત શું કરવા માંડયું છે ? આથી પુરુષને જોતાં રાજા ચક્તિ થઈ લજજા પામીને ચિંતવવા લાગે કે-હા ! આ શું ઇદ્રજાળ છે? મને લાગે છે કે તે મહા
સતીએ પોતાના શીલના પ્રભાવથી પતિને સ્ત્રીરૂપ બનાવીને મે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com