________________
( ૯૧ )
કરાવી પિતાને પ્રણામ કરીને સભામાં બેઠા બાદ પૂછાયેલા તેણે પિતાનું અધથી અપહરણ કરાયા સંબંધીનું સમસ્ત વૃત્તાંત હર્ષપૂર્વક કહી સંભળાવ્યું–“હે પિતા! અધિથી હરણ કરી જવાયેલ હું નિર્જન વનમાં લઈ જવાય. ઘોડા પર ચઢેલે હું શ્રમને લીધે ચેષ્ટા રહિત બની ગયું હતું. લતાના સમૂહમાં વીંટળાઈ ગયેલ લગામવાળે મારે અશ્વ ત્યાં જ ઊભે રહી ગયે અને ડાળીઓ સાથે અથડાવાથી નિશ્રેષ્ઠ બનેલ હું પૃથ્વી પર પડી ગયે. સિંહ અને વાઘથી વ્યાપ્ત તે વનમાં ચેષ્ટા રહિત બનેલ મારી નજીકમાં ભાગ્યેગે આ ગજસાધુએ પિતાને પડાવ નાખ્યો હતો. જે તે સમયે નિષ્કારણ બંધુ એવા આ સાર્થવાહે મારી રક્ષા ન કરી હોત તે હું આજે જીવતે ક્યાંથી હેત? હે પિતાજી ! આપ સરખા પ્રાપ્ત થયેલા આ સાધુપુરુષથી, મને જીવતદાન આપવાવડે કરીને હું મરણ પર્યન્ત તેનાથી ખરીદાયે છું અર્થાત્ જિંદગી પર્યત હું તેને ત્રાણી છું.”
આ પ્રમાણેના સુવર્ણ બાહુના કથનથી, મને બંધુ સરખા માનીને, તેમજ સામંતની પદવી આપીને કોઈપણ સ્થળે જવાની મને આજ્ઞા આપી નહીં. તે નગરમાં પ્રતિષ્ઠાપાત્ર મારા તથાપ્રકારના વિશ્વાસુપણને લીધે સમગ્ર સુંદર રાજકાર્યોમાં મને મુખ્ય સ્થાન આપવામાં આવતું. તે રાજાને કલાસમૂહના મંદિરરૂપ અને સુવર્ણ બાહુથી નાની ફ્લાવતી નામની પુત્રી છે. હે દેવ ! તે કલાવતીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે-“જે કોઈ મારી ચાર સમસ્યાઓની પૂર્તિ કરશે તે મારો સ્વામી બનશે.” તે કાર્ય માટે અનેક રાજાઓને લાવવામાં આવ્યા છે અને મેં પણ આપની બુદ્ધિની તીણતા તે જાણેલી જ છે, એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
દિ૨ લાવતા પૂર્તિ કરાવવાથી જ છે,