________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૯૨ ). આપને આમંત્રણ આપવા માટે દશાર્ણપતિએ મારી સાથે પિતાને ગરુડ નામનો દૂત મોકલે છે. હું પણ સાર્થને લઈને સ્વદેશ તરફ શીધ્ર તેની સાથે અહીં આવી પહોંચે છું. હવે આપને યોગ્ય લાગે તેમ કરે. આ ચિત્રપટમાં આળેખેલું તેણીનું સ્વરૂપ તે માત્ર છાયારૂપ જ છે અને આપની પ્રીતિને માટે હું તે ચિત્રપટને સાથે લેતે આવ્યું છું.”
આ પ્રમાણે ગજસાધુ સાર્થવાહના મુખરૂપી ચંદ્રથી પ્રગટેલ વાણીરૂપી અમૃતનું પાન કરીને તેની સમક્ષ જ તે દૂતને રાજાએ અતીવ સત્કાર કર્યો. કલાવતીની કલા, કીર્તિ તથા લાવણ્યને વિચાર કરીને શંખરાજાએ સ્વયંવરમાં જવા માટે વિશેષ પ્રકારે તૈયારી કરી. “ હું કઈ રીતે તે સમસ્યાઓની પૂર્તિ કરીશ?” એમ વિચારીને રાજાએ સરસ્વતીના મંત્રને એક લાખ વાર જપ કર્યો; એટલે શક્તિશાળી, નિર્મળ અને ધનુષ તથા ચક્રની આકૃતિ યુક્ત અને બિંદુ ( અનુસ્વાર ) સહિત ( ) સારસ્વતમંત્રનો જાપ કરતાં તે રાજાએ સરસ્વતીનું સાક્ષાત્ દર્શન કર્યું એટલે મેતીની માળા જેવા નિર્મળ કમંડલુના જળથી રાજા પર છંટકાવ કરીને જગન્માતા સરસ્વતી દેવી અંતર્ધાન થઈ ગયા.
સરસ્વતીની કૃપાથી અત્યંત બુદ્ધિશાળી બનેલ શંખરાજા પદ અને વાક્યની પૂર્તિ કરવામાં અસાધારણ શક્તિશાળી બન્યા. બાદ ગરુડ નામના તે દૂતને અગાઉથી રવાના કરીને શંખરાજા ગજસાધુ સાર્થવાહની સાથે કલાવતીના સ્વયંવરમાં
જવા માટે ચાલી નીકળે. રેવા નદીના કિનારે પિતાના સૈન્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com