________________
( ૩ )
કલાવી પડાવ નાખીને શંખરાજા રહ્યા હતા તે વખતે નદીના જળમાંથી એક મહાહસ્તી ( ગંધહસ્તી) જલ્દી બહાર નીકળે. અને રાજાના હસ્તસમૂહને જોઈને તત્કાળ તે ગંધહસ્તીની, જળસ્નાનથી જોવાઈ જવા છતાં પણ મદલમી શોભી ઊઠી અર્થાત્ તેનો અત્યંત મદ ઝરવા લાગ્યા. ઘડાઓથી ઘોડાઓને હતા અને રથની સાથે રથને અફળાવતા તે હસ્તીએ સમસ્ત સૈન્યસમૂહને વ્યાકુળ બનાવી મૂક્યું. આ પ્રમાણે હમલે કરતાં અને મદેન્મત્ત બનેલા તેમજ યમરાજ સરખા તે હસ્તીને, અવધ્ય હોવા છતાં, શંખરાજાએ શિક્ષા કરવાને માટે તેને કંઈક તાડન કર્યું. ગંડસ્થળમાં પડેલા બાણને પર્વતના શિખર સમાન વહન કરતાં તે ગંધહસ્તીએ દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કર્યું, જેને જોવાથી સૈન્ય વિસ્મય પામ્યું. પિતાના સામÁથી પ્રાપ્ત કરેલ દિવ્ય પુષ્પની શંખરાજા પર વૃષ્ટિ કરીને પિતાના દંતસમૂહની કાંતિથી ખેતીઓને વેરતો તે બેલ્યો કે
“હે રાજન ! ગંધર્વોના સ્વામી પ્રિયદર્શનના પ્રિયંવદ નામના પુત્ર તરીકે તું મને જાણ. પૂર્વે મારી વિદ્યાધરીએ સાથે નિર્લજ્જતાપૂર્વક કીડા કરતાં મેં માતંગ નામના મહામુનિનો તિરસ્કાર કર્યો હતો, એટલે રોષે ભરાયેલા તેણે શાપ આપવાથી હું મદન્મત્ત હસ્તી બની ગયે. પછી ફરીથી તેમને વિનતિ કરવાથી તે મહામુનિએ મને જણાવ્યું કે-“જ્યારે મદ્ર દેશને સ્વામી શંખરાજા તને પ્રહાર કરશે ત્યારે તું તારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરીશ. આજે તે શાપનું નિવારણ થવાથી હું આપની સમક્ષ ઉપસ્થિત થયે છું. હે રાજન ! ઉપકારી એવા આપનું હું કઈ પણ પ્રિય કરવાને ઈચ્છું છું. હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com