________________
આદર્શ જૈન સીરત્ન ભાગ ૨ જે
( ૯ ) આપને પ્રસ્થાપન નામનું ગાંધર્વ–અસ્ત્ર આપું છું તે સ્વીકારે. આ અસ્ત્રના પ્રયોગ કરનારને અહિંસા અને વિજયરૂપી અને ફલ પ્રાપ્ત થાય છે. (આ અસ્ત્રના ફેંકવાથી પ્રતિપક્ષ ઊંઘમાં પડે એટલે તેઓની હિંસા ન કરવી પડે અને વિજય પ્રાપ્ત થાય.)”
આ પ્રમાણે પ્રિયંવદથી પ્રાર્થના કરાયેલ શંખ રાજાએ પિતે તેના મુખથી અસ્ત્ર-મંત્ર સારી રીતે ગ્રહણ કર્યો. આવા પ્રકારે તે વનપ્રદેશમાં મિત્રાચારીથી બંધાયેલા તે બંનેમાંથી એક ગંધર્વપુત્ર પ્રિયંવદ પોતાના દિવ્ય પ્રદેશમાં ગયે અને શંખ રાજવી અત્યંત સમૃદ્ધિશાળી દશાર્ણ દેશમાં ગયે. એટલે સામે આવેલ વિજયસેન રાજાથી અત્યંત આદરભાવપૂર્વક કરાવેલ આતિથ્યવાળા શંખરાજાએ, (સમસ્યા–પૂર્તિ માટે) આતુર હોવા છતાં પોતાના તંબૂમાં પથારીમાં જ રાત્રિ વ્યતીત કરી. બાદ માંગલિક વૃત્તિથી પ્રાતઃકાળ સંબંધી ક્રિયા સારી રીતે કરીને, પિતાને ઉચિત વેશ પહેરીને, શંખરાજા મહામૂલ્યવાળા માંચડા પર બેઠેલા રાજ-સમૂહવાળા સ્વયંવરમંડપમાં જલ્દી આવી પહોંચે.
શંખરાજા મહામૂલ્યવાન રત્નજડિત સિંહાસન પર આવીને બેઠા એટલે સ્તુતિપાઠકે સ્તુતિ કરવા લાગ્યા અને વાજિંત્રે વાગવા લાગ્યા ત્યારે માણસેથી વહન કરાયેલ શિબિકામાં બેસીને સેંકડે કન્યાઓથી પરિવરેલ કલાવતીએ સ્વયંવર-મંડપમાં પ્રવેશ કર્યો. બાદ તેની પ્રતિહારિણુએ સુવર્ણ દંડવાળા પિતાના હસ્તને આનંદપૂર્વક ઊંચો કરીને ઘેષણું કરી કે-“હે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com