________________
( ૯૫).
કાવતી રાજાઓ! રાજકુમારી કલાવતીની પ્રતિજ્ઞા સાંભળે. જે કઈ મારી ( કલાવતીની) સમસ્યાઓની પૂર્તિ કરશે તે મારા સ્વામી થશે.
(૧) શસ્ત્રથી કાપવા છતાં પણ વૃક્ષના બે ટુકડા થતા નથી. હે રાજવીએ! આમાં કયું કારણ હોઈ શકે તે તમે જણાવે.
(૨) કમલિનીથી તિરસ્કાર નહીં કરાયા છતાં પણ બ્રમર નિસાસા મૂકી રહ્યો છે, તે તે રાજવીઓ! આમાં કયું કારણ હોઈ શકે તે તમે જણાવે.
(૩) દિવસે પણ ચક્રવાકેનાં જોડલાં વિખૂટા પડી જાય છે, તેનું કારણ છે રાજવીઓ! તમે જણ.
(૪) પાણીથી ધોવા છતાં પણ સ્ત્રીઓના મુખ પરથી કુંકંમ ચાલ્યું જતું નથી તેનું કારણ છે રાજવીઓ! તમે જણ.
આ પ્રમાણે સમસ્યાઓને ઉત્તર બીજા રાજાએ ન આપી શક્યા ત્યારે શંખરાજાએ તે સર્વ સમસ્યાની માત્ર એક શ્લેકદ્વારા જ પૂર્તિ કરી કે –
(૧) વૃક્ષની છાયા (પડછાયે) (૨) કમલિનીના વિયેગથી (૩) સૂર્યગ્રહથી અને (૪) આરીસામાં (દર્પણમાં) પ્રતિબિંબિત થયેલા મુખ પરથી.
આ પ્રમાણે પિતાની ચારે સમસ્યાઓની પૂર્તિ થવાથી સત્ય પ્રતિજ્ઞાવાળી કલાવતી જલ્દી શંખરાજાને વરી. લેકે સમાન ગુણવાળા તે બંનેની હર્ષપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com