________________
આદર્શ જૈન સ્ત્રીરત્નો ભાગ ૨ જે
( ૯૬ ) સ્વયંવર મંડપમાં આવેલા રાજાઓના હૃદયમાં ઈર્ષારૂપી વરે પ્રવેશ કર્યો, અર્થાત્ બધા રાજાઓ શંખ રાજવી પ્રત્યે ઈર્ષાળુ બન્યા. હૃદયમાં ગાઢ રેષવાળા અને બહારથી હર્ષ બતાવતા તે બધા રાજાઓ, રસ્તામાં જ શંખ રાજાને રેકી લેવાની ભાવનાથી દશાર્ણ રાજની રજા લઈને ચાલી નીકળ્યા.
લગ્નોત્સવની વિધિ પૂર્ણ કરીને કલાવતી સાથે સ્વદેશ તરફ જતાં શંખ રાજાની સાથે જ માર્ગમાં જ શત્રુ રાજાઓએ યુદ્ધ શરૂ કર્યું. તે સ્થળે ધૂળથી સૂર્યને ઢાંકી દેવું અને શબ્દના સ્પર્શ માત્રથી હસ્તી, અશ્વ, રથ અને સૈનિકવર્ગને જાણી શકાય તેવું મહાયુદ્ધ થયું. જેમાં કાણોથી અગ્નિ દેદીપ્યમાન બને તેમ શત્રુઓના પડતા એવા અને મર્મસ્થળને ભેદનારા બાણથી શંખરાજાને વીર્યરૂપી અગ્નિ પ્રજ્વલિત થઈ ગયે. જેમ પતંગીયાઓથી ઘેરાયેલ મહાવૃક્ષ ન લેવામાં આવે તેમ શત્રુઓના બાણેથી ઢંકાયેલ શંખરાજવીને કઈ જોઈ શકતું નહતું અર્થાત તેના પર પુષ્કળ બાણવૃષ્ટિ થવા લાગી. એટલે મહાપરાક્રમી શંખ રાજાએ, પ્રિયંવદ ગાંધર્વે આપેલ સમેહન નામનું મહાબલીક અસ્ત્ર મૂકીને શંખ ફર્યો ત્યારે જેમ રાત્રિ કમલેને સંકેચ પમાડે તેમ દુશ્મન સૈનિકોના નેત્રે ગાઢ રીતે બીડાઈ ગયા અર્થાત્ શત્રુઓ નિદ્રામાં પડ્યા.
બાળકથી પણ પકડી શકાય તેવા તેઓને દેખાડતા શંખ રાજાએ કલાવતીને જણાવ્યું કે-“ યુદ્ધદ્વારા આ લકે, મારા હાથમાં રહેલી તને ગ્રહણ કરવાને ઈરછે છે.” ત્યારે સ્વામીના વિજય સંબંધમાં પૂર્વે બ્રાતિ યુક્ત બનવાથી હાસ્ય રહિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com