________________
(
૭ )
કલાવતી
મુખને વહન કરતી અને શરમથી ઘેરાયેલી કલાવતીએ સખીમુખદ્વારા સ્વામીની પ્રશંસા કરી.
પછી શંખરાજાએ તે રાજાઓની વજાઓને વિષે પિતાના બાણના અગ્રભાગથી નીચે પ્રમાણે અક્ષરપતિ લખી કેદયાને અંગે હું તમારા જીવિતને ત્યજી દઉં છું; (તમને જીવતાં છોડું છું, પરંતુ તમારા યશને તે હરી જ લઉં છું.”
પછી પ્રિયા સાથે શંખ રાજા કિલ્લાથી રક્ષાયેલ પિતાના નગરમાં આવી પહોંચ્યો અને ઉપરાઉપરી થતાં અનેક ઉત્સવેદ્વારા દિવસે વ્યતીત કરવા લાગ્યા. બંને નેત્રની માફક શંખ તથા કલાવતીને ઉત્કૃષ્ટ પ્રેમ નિરન્તર વૃદ્ધિ પામવા લાગે.
સ્નેહી શંખરાજા સાથે નિર્દોષભાવે કીડા કરતી કલાવતીને, દેહને પુષ્ટ કરતે ગર્ભ રહ્યો. તે અવસરે તેણીના પિતાના ગૃહેથી મેકલાવાયેલ અંતઃપુરવાસી ઉત્તમ પુરુષ માંગલ્યવિધિ (સીમંતવિધિ) કરવા માટે આવ્યા.
તે જ દિવસે શંખરાજા વનકીડા કરવા માટે ગયે હતો અને તે જ સ્થળે વિનંદપૂર્વક સમસ્ત દિવસ વ્યતીત કર્યો. સાયંકાળે વનવિહારથી પાછા ફરીને નગરમાં આવેલા રાજાએ ગુપ્ત રીતે પ્રિયાના સ્નેહની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. મેજડી (ઉપાનહ) રહિત બંને ચરણેથી ચૂપચાપ ચાલતાં અને ઇશારાથી નોકરવર્ગને અટકાવતા-વારતા રાજાએ કલાવતીના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. તેણના પીઠ પાછળના ભાગમાં પહોંચી જઈને, હાસ્યને માટે, તેણીના બંને નેત્રને ઢાંકી દેવાની ઈચ્છાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com