________________
આદર્શ જેન ચોરતને ભાગ ૨ જે
( ૯૦ ) આ પ્રમાણે હકીકત સાંભળીને, તેના નામપૂર્વક ગજસાધુ શ્રેષ્ઠીને બોલાવીને, સરોવરને કિનારે વૃક્ષની નીચે બેઠેલા રાજા તેને મળ્યા. ગજસાધુ શ્રેષ્ઠીએ સાથે લાવેલ મહામૂલ્યવાળું ભેગું કર્યું, એટલે તે સ્વીકારીને પ્રસન્ન બનેલા રાજાએ તેનું દાણ ( જકાત) માફ કર્યું. બાદ સજજન તે શ્રેષ્ઠીએ પેટી ઉઘાડીને તેમાંથી અનેક વથી વીંટળાયેલ ચિત્રપટ રાજાને બતાવ્યું. તે ચિત્રપટમાં ચિતરેલ નારીને જેતે રાજા અસાધારણ રૂપને લીધે સ્વર્ગાગના માનીને જોવામાં તેને નમસ્કાર કરવાને તૈયાર થયો તેવામાં રાજાને તેમ કરતાં અટકાવીને સાર્થવાહે જણાવ્યું કે –
હે રાજન ! આપને એગ્ય આ દેવી છે. તેનું વૃત્તાંત સાંભળે-આપના નગરથી નીકળીને દશાર્ણ નામના દેશમાં જતાં વિદિશા નામની નગરીની નજીકમાં રહેલા વનપ્રદેશમાં પડાવ નાંખીને રહેલા મને સાયંકાળે મારા નાકરેએ મને જણાવ્યું કે-“અહીં લતાના સમૂહમાં લગામ વીંટળાઈ જવાથી અટકી ગયેલ કેઈ એક અશ્વ રહેલું છે અને તેની પાસે પૃથ્વીપીઠ પર ચેષ્ટા રહિત પડેલે તેને સ્વાર છે.” પછી મેં તે સ્વારને ઘોડા રહિત મારા તંબુમાં મંગાવીને, મારા સેવકવર્ગ દ્વારા ઉપચાર કરાવીને, જલ્દી સ્વસ્થ બનાવ્યું. બીજે દિવસે સવારે તે સ્વારના પગલે પગલે અનુસરતું તેનું સૈન્ય આવી પહોંચ્યું. તે કુમાર વિજયસેન રાજાને યુવરાજ હતે. અધવડે અપહરણ કરાવાથી તેણે તેવી સ્થિતિ પ્રાપ્ત કરી હતી. તે કુમારનું નામ સુવર્ણબાયું હતું. હે રાજન ! ત્યારબાદ તે કુમાર મને પિતાની સાથે લઈ ગયે અને વજા તેમજ
પતાકાથી શણગારાયેલ તેની નગરીમાં હું દાખલ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com