________________
સતી કલાવતી.
1 જા વાલપુરમાં સુખના સાગર સમાન, ઔદાર્ય
imછે તથા વૈર્ય વિગેરે ગુણોથી મનહર, કલાવાન, વિનયી અને ન્યાયપરાયણ શખ નામને રાજા હતા. રૂપથી કામદેવને જીતનાર અને પરાક્રમથી દુશ્મનને સંહાર કરનાર તે નિશ્ચિંત રાજાના દિવસો વિદ્વત્ જનેની સાથે વાર્તાલાપ કરવામાં પસાર થતા હતા.
એકદા નગરના પ્રાંતભાગમાં ભ્રમણ કરતાં તે રાજાના સૈન્યના અશ્વેથી જાણે ઉડાડેલી હોય તેવી વનિયુક્ત રોરાશિ તેને દેખાયો. ત્યારે “આ શું છે?” એમ જાણવાને માટે રાજાથી ફરમાવેલા ઘોડેસવારેએ તે હકીકત જાણી લઈને, અંજલિ જોડીને પ્રસન્નતાપૂર્વક રાજાને જણાવ્યું કે-“હે રાજન ! આપણા નગરને રહેવાસી સાર્થવાહ, પરદેશથી ઉત્તમ વસ્તુઓ લઈને કુશળતાપૂર્વક આવી પહોંચે છે. હે રાજન ! શ્રીમતિમાં શ્રેષ્ઠ આ ગજસાધુ નામના સાર્થવાહ આપનું દર્શન કરવાને આવ્યો છે, તે આપ મહેરબાની કરે, તેને આવવાની આજ્ઞા આપો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com