________________
આદશ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૮૮ ) સાથ્વી દિવસને વિષે તપશ્ચર્યા કરે છે પણ રાત્રીએ રાક્ષસીની પિઠે માંસ ભક્ષણ કરે છે” ભવને વધારનારી ગંગસેનાએ સાક્ષાત્ પ્રશમ રસની ખાણ એવી તે સાધ્વી ઉપર અસત્ય કલંક મૂકયું. તે તેણીએ સહન કર્યું પણ હે વત્સ! તે તે વખતે જે કર્મ બાંધ્યું તેને માટે “મિચ્છામિ દુકકડ” એમ કહીને પણ તેણીને ખમાવી નહીં. તે આ હારા દુષ્ટ કર્મને આવ્યાં નહીં તે તેના ફળના વિપાથી ત્યારે બહુ ભવ સુધી ભ્રમણ કરવું પડ્યું. વળી શ્રી મુનિસુવ્રતસ્વામીની સેવામાં રહી વિકટ તપ કરતી પાપ આવ્યા વિના મૃત્યુ પામી, તું ઈશાનંદ્રની સ્ત્રી થઈ. ત્યાંથી ચવીને હરિષણ રાજાની પુત્રી ઋષિદત્તા થઈ. હે ભદ્રે ! પૂર્વ કર્મના પરમાણુના ઉદયથી તારે માથે આવું ઘોર કલંક આવ્યું હતું, માટે એવા દુષ્કર્મ નિશ્ચ દુરંત છે, તે સેંકડોગમે જે પણ ક્ષીણ થતાં નથી. ગુરુના મુખેથી આવું સાંભળીને ત્રાષિદત્તાને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તેણીએ પિતાને પૂર્વ ભવ જે. આ સાંભળીને ભૂપતિ પણ વિશેષ વૈરાગ્યવાન થયે ને તેણે ગુરુ પાસે દીક્ષા લીધી. અષિદત્તાએ વૈરાગ્ય પામીને ગુરુને કહ્યું–મેં પણ પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તે બહુ વિસ્તાર પામ્યું તો હવે હારે પણ દીક્ષા લેવી છે.” ત્યારે ગુરુએ કહ્યું “તો વિલંબ કરો એગ્ય નથી, કારણ કે અસાર સંસારને વિષે તપકિયા એ જ સાર છે. પછી એ દંપતીએ પિતાના પુત્ર સિંહરથને રાજ્યભાર સંપીને દીક્ષા ગ્રહણ કરી. પછી શીતળનાથ તીર્થકરે પિતાના જન્મથી પવિત્ર કરેલા સ્થાને તેઓ તપશ્ચર્યા કરવા લાગ્યા. તપરૂપી અગ્નિથી પિતાના કર્મસમૂહને ઘાસના પૂતળાની પેઠે બાળી નાખીને કેવળજ્ઞાન પામી પ્રાતે મેક્ષમાં ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com