________________
( ૮૭ )
ત્રષદના ગયે. તેટલામાં તો આરામિકે આવીને વધામણી આપી કે“હે નાથ ! શ્રી ભદ્રસૂરિ કુસુમાકર ઉદ્યાનને વિષે પરિવાર સહિત સમવસર્યા છે. અહા ! એવા પુરુષોને ધન્ય છે કે જેઓના મન, વચન અને કાયામાં લેશ પણ વિસંવાદ નથી. તેઓ જેવું મનમાં છે તેવું બોલે છે અને તેવું જ કરે છે. વળી જળથી સિંચાત એ પણ કઠીન પાષાણ જેમ પિતાને સ્વભાવ મૂકતો નથી, તેવી રીતે શાંતિ વચનથી સેવાને એવો દુષ્ટ જન પણ પિતાને સ્વભાવ ત્યજતે નથી.” આ પ્રમાણે આરામિકે આવીને વધામણી આપી એટલે તેને દાન આપી રાજા પરિવાર સહિત ગુરુને નમસ્કાર કરવા ગયે. ત્યાં જઈ પ્રણામ કરીને રાજા ધર્મ શ્રવણ કરવા બેઠે. ગુરુએ દેશના આપી. તે પછી ઋષિદના અંજળી જોડીને બોલી. “હે ગુરુ ! પૂર્વજન્મને વિષે મેં એવું શું કર્મ ઉપાર્જન કર્યું હશે કે જેથી મને આ ભવમાં રાક્ષસીનું કલંક આવ્યું ?” ગુરુએ કહ્યું:
હે ત્રાષિદત્તા ! સાંભળ, ગંગાપુર નામે ભરતખંડનું ભૂષણરૂપ નગર હતું. ત્યાં મહાબળવાન્ ગંગદર રાજા રાજ્ય કરતા હતું. તેને ગંગા નામની રાણી હતી. તેમને ગંગસેના નામની પુત્રી થઈ. આ અનુક્રમે વૃદ્ધિ પામી. સલ્ફીલવડે શોભતી તેણીએ ચંદ્રયા સાધ્વી પાસે ધર્મ પામી વ્રત ગ્રહણ ક્યાં તેમાં તેણની જગતને વિષે એકબંધુ એવા ધર્મ ઉપર અતિશય પ્રીતિ થઈ. એવામાં એક નિઃસંગ સાધ્વી જે તીવ્ર તપશ્ચર્યા કરતી હતી, તે નિરંતર જિનચંદન, જિનસ્તુતિ પ્રમુખને વિષે લીન રહેતી હતી. તે સાધવી એક બીજી સાથ્વી પ્રવતિનીની પાસે પ્રશંસા કરતી હતી. આ પ્રશંસા ગંગસેના સાધવી સહી શકી નહી તેથી તે બેલી. “ આ દંભી નિ સંગા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com