________________
આદશ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૮૬ ) તેને ઊભું કરી શરીર ઉપર હાથ મૂકી મસ્તકને ચુંબન કર્યું. પછી અંતઃપુરની સ્ત્રીઓએ જેને વિષે ચંદનમાળા બાંધી દીધી છે, એવી નગરીને વિષે રાજાએ પોતાના પુત્ર તથા વધુઓને હર્ષ સહિત પ્રવેશ કરાવ્યું. વળી પુત્ર પાસેથી “ઋષિદત્તા સતી નિર્દોષ છે.” એવું જાણીને તે તેને વિશેષ હર્ષ થયે. તે ઊભે થઈને તેણીની ક્ષમા માગવા લાગ્યું. પછી વૈરાગ્ય પ્રાપ્ત થવાથી આ હેમરથ રાજાએ પુત્ર કનકરથને રાજ્યભાર સોંપી ભદ્રંકર મુનિ પાસે દીક્ષા લીધી. અનુક્રમે નાના પ્રકારની તપશ્ચર્યાથી કર્મસમૂહને ક્ષીણ કરી તેણે મુક્તિ મેળવી. • - હવે કનકરથ ભૂપાળ ન્યાય માર્ગે રાજ્ય કરે છે, એવામાં અનુક્રમે અષિદત્તાએ સિંહ સ્વને સૂચિત એવા પુત્રને જન્મ આપે. જન્મોત્સવ કરીને રાજાએ તેનું સિંહરથ એવું નામ. પાડયું. એકદા ભૂપતિ ત્રાષિદત્તા સાથે ગેખને વિષે ઊભું હતું, તેવામાં તેની દૃષ્ટિએ આકાશમાંનું એક વાદળું પડયું. પણ તે જોતજોતામાં પ્રચંડ વાયુ નીકળે તેને લીધે ક્ષણમાં વિખેરાઈ ગયું. આમ ક્ષણમાં મળેલાં અને તક્ષણે વળી ગળી ગયેલા તે વાદળને જોઈને રાજા કનકરથને વૈરાગ્ય ઉપજે કે આવું ઘટ એવું પણ વાદળું જોતજોતામાં નાશ પામી ગયું તે આયુષ્ય પણ તેવું જ છે. અને આ વૈભવ આદિ પણ તેના જેવા જ ચલિત છે; એમ જાણી તે સંસારને અનિત્ય ભાવવા લાગે. આમ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે તે રાત્રિ કષિદત્તાની સાથે ધર્મવાર્તામાં નિર્ગમન કરી.
પ્રભાતે તે નિત્ય કર્મ કરીને નિયમ પ્રમાણે સભામંડપમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com