________________
( ૮૫ )
ઋવિદત્તા ઋષિદત્તાને કનકરથ રાજકુમાર કહેવા લાગે. “હે પ્રિયે ! તું મળી એટલે સર્વ રૂડાં વાનાં થયાં પણ હારે મિત્ર રાષિપુત્ર વિધાતા પાસે ગયે, તે અદ્યાપિ આવ્યો નહી તેથી મને દુઃખ થાય છે. પરોપકારને વિષે તત્પર એવા હારા મિત્રની ગેરહાજરીમાં આ હારી સર્વ સંપત્તિ મને અગ્નિ સમાન લાગે છે.” તે સાંભળીને ઋષિદત્તાએ હસીને કહ્યું. “હે પ્રાણનાથ ! તમે વિષાદ ધરશે નહી. એ સર્વ હારી પાસે રહેલી ઓષધીને પ્રભાવ છે, પણ હું તમને હવે કહું છું કે તમારી પાસે મેં પહેલાં એક વર (વરદાન) માંગ્યું હતું તે આજ પૂર્ણ કરે; અને પ્રસન્ન થઈને આ રૂકિમણીને પણ હારી સમાન રાખે.” કુમાર તે આવી વિધવાળી વાણી સાંભળીને વિચારવા લાગ્યું. “અહે! દુષ્ટ એવી રુકિમણીને વિષે પણ આની મને વૃત્તિકૃપાયુક્ત છે. ઘણું કરીને સ્ત્રીઓ સ્વભાવે વક હોય છે; પણ આ તે કલ્પવલ્લીની સમાન સર્વનું હિત ઈચ્છવાવાળી છે.” એમ ધારીને તે હર્ષ સહિત બેલ્યો. હે પ્રાણવલ્લભે! હે વિવેકવાળી સ્ત્રી! હારું વચન પ્રમાણુ થાઓ, પરંતુ ત્યારા વિષે ને રૂકિમણી વિષે તે મોટું અંતર છે, કારણ કે ત્યારે તે જેવું ચિત્તમાં છે તેવું જ તું બોલે છે અને તેવું જ કરે છે.” આમ કહી પછી તેણે રૂકિમણીને પણ માન્ય રાખી. પછી પિતાના સસરા સુંદરપાણિની આજ્ઞા લઈ બને પ્રિયા સહિત કનકરથ પિતાને નગર જવા નિકળે. માર્ગે સ્થાને સ્થાને જિન-મંદિરમાં અરિહંત ભગવાનને નમસ્કાર કરતો એ તે પછી અનુક્રમે ઈચ્છિત સ્થાને આવી પહોંચે. ત્યાં તેને પિતા તેમની સન્મુખ આવ્યું. પુત્રે ભક્તિ સહિત પિતાને પ્રણામ કર્યા. પિતાએ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com