________________
( ૧૦૧ )
કલાવતી વ્યાપી ગયો. અહિં કલાવતીનું મન શંકા રહિત હોવા છતાં અને તે વનપ્રદેશ નિર્જન હોવા છતાં ભયને કારણે તેણુંનું જમણું નેત્ર અત્યંત ફરકવા લાગ્યું. આવા પ્રકારના અપશુકનને લીધે અત્યંત દુઃખી બનેલ કલાવતીએ સારથિને વારંવાર પૂછયું કે “હજી પણ સ્વામી કેટલે દૂર છે?” ત્યારે ગભરાયેલ અને વ્યાકુળ તેણીને નિર્લજજ સારથિએ, જડતાને કારણે, કઠેર વાણીથી કહ્યું કે –“હે દેવી! સ્વામીના કાર્યને અંગે જેઓને પોતાના પિતા, ભાઈ અને પુત્ર હણવા લાયક બને છે તે અમારી જેવા સેવકોને જન્મ ધિક્કારને પાત્ર છે! તે દુખપૂર્વક ભરી શકાય તેવા ઉદરને માટે હંમેશાં સર્વ પ્રકારનાં પાપને કરતાં એવા અમે પરાધીન પ્રાણીઓ પર પ્રસન્ન થાઓ! તું અમને મન, વચન અને કર્મથી પૂજનિક છે તો પણ મારા મનને વજ જેવું બનાવીને હું કહું છું તે સાંભળે “સ્વામીના આદેશથી કર શિકારી પશુઓથી વ્યાપ્ત આ વનપ્રદેશમાં તમારે ત્યાગ કરીને, લજજા પામતા હું જલદી ચાલ્યા જઈશ. હે પૂજ્ય! તારા જેવી સગર્ભા સાધ્વી સ્ત્રી પ્રત્યે રાજાનું હૃદય કેમ વિધી બન્યું છે તેનું કારણ હું જાણુતે નથી. આ બાજુ સુકાઈ ગયેલી નદી છે અને આ નદીથી છેડે દર હાડકાઓથી કઠેર અને નરકના પાડાઓથી પણ દુઃખદાચક નદીને કિનારે છે, તો તું અહીં બેસ. અહીં રહેલી એવી તને કદાચ તારું દુર્દેવ જીવતી રાખે. જે કે તું રક્ષણ કરવા લાયક હેવા છતાં પણ રક્ષણ નહીં કરવાને માટે તું રાજાવડે અમને સુપ્રત કરાઈ છે અર્થાત્ રાજાના આદેશથી અમે તારું રક્ષણ કરવા સમર્થ નથી.” આ પ્રમાણે શિલાના પાત સરખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com