________________
આદશ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૧૦૦ }
આ પ્રમાણે પ્રચંડ રેષવાળા શંખ રાજાએ તેણીના અંતઃપુરમાં પ્રવેશ કર્યો નહીં અને જેમ અત્યંત પીત્ત જવરવાળા સ્વાદીષ્ટ પદાર્થને અનિષ્ટ માને તેમ તેણે કલાવતીએ ઉચ્ચારેલ કથનને વિપરીત માન્યું. તેણીના આવાસથી પાછા ફરીને, પિતાના મહેલે આવીને, એકાન્તમાં દુષ્ટ કર્મ કરવાની વિચારણા કરીને, કલાવતીને શિક્ષા કરવાને માટે કોંધયુક્ત ચિત્તવાળા તેણે તે તે માણસોને પિતાના મુખથી આદેશ આપે.
ઈંદ્રાણી સરખી કલાવતીને સાયંકાલે રેષણ નામના સારથીએ આવીને જણાવ્યું કે –“હે દેવી! પર્વતની નજીકના વનમાં રાજા રહેલા છે અને આપને જેવાને ઈચ્છે છે તે જલદીથી પ્રયાણ કરવાને માટે તૈયાર થાવ.” એટલે વસ્તુસ્થિતિને નહીં જાણતી અને જલ્દી ચાલવાને ઈચ્છતી તેણી, પિતાના વસ્ત્રને છેડે અટવાવાથી (વચ્ચે આવવાથી) કંઇક વિલંબ કરીને ફરીથી ચાલવા લાગી. “ગતિની ક્રિયા વખતે પિતાના વસ્ત્રને છેડો પગ વચ્ચે અટવાય તે એક પ્રકારનું અપશુકન માનેલા છે.” હવે જ્યારે નગરની બહાર કલાવતી જઈ રહી હતી ત્યારે તે નગર પાસે આવી પહોંચેલા અને કુટિલ કર્મના સાક્ષી સૂર્યે આકાશપ્રદેશનો જલદી ત્યાગ કર્યો અર્થાત્ સૂર્યાસ્ત થવા લાગ્યું. રાજાના આદેશથી ગાઢ વનપ્રદેશમાં કલાવતીને ત્યજી દેવાને ઇચ્છતા રોષણ નામના સારથિનું મન ઘોડા હાંકવાને ઈચ્છી રહ્યું હતું, છતાં તેના હસ્ત તેવા પ્રકારનું કર્મ કરવા ચાહતા નહોતા. કલાવતીના દુઃખને નહીં જોવાને માટે અંધકારરૂપી કાજળથી ઢંકાયેલી આકાશ અને પૃથ્વીરૂપી દેવીઓએ જલ્દીથી પિતાના મુખને ઢાંકી દીધું અર્થાત્ સર્વત્ર અંધકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com