________________
( ૯૯ )
કલાવતી નથી. પ્રાણપ્રિય એવા તેના પ્રસાદીરૂપ આ આભૂષણેને આજે પ્રાપ્ત કરીને જાણે હું સમસ્ત અંગે આલિંગન અપાઈ હોઉં તેમ માનું છું. સ્વામીએ આપેલ અબજે વસ્તુઓ મારા મહિમાને તથા પ્રકારે વધારી શકતી નથી કે જે પ્રકારે તેમનાથી મેકલાવાયેલ ફક્ત એક ચઠી પણ ગૌરવને વધારે. મંદભાગી એવી મને તેનું દર્શન કયાંથી થશે?” આ પ્રમાણે બેલીને અટકી ગયેલ કલાવતી રુદન કરવા લાગી. વિદ્યુતના પાત સરખા કલાવતીના દુસહ્ય વચને રાજાના હૃદયમાં રહેલ પ્રેમરૂપી પર્વતને જલદી બાળી નાખે. પ્રિયાના કથનના રહસ્યને રાજા જાણી શકે નહીં તેમજ તેના પિતાના ઘરેથી આવેલ ભેટણાને તર્ક પણ કરી શકે નહીં. દુષ્ટ શીલવાળી આ સ્ત્રીને વિષે બહારથી જ જેનાર, દુબુદ્ધિ અને રાગને કારણે અંધ બનેલ મારા પ્રેમને વારંવાર ધિક્કાર હો ! અરે! પાપીઝ! કુલટાપણાને કારણે વિરધીભાવને ભજવતી તું “ ક્લાવતી" એવા નામને ધારણ કરવાને શું તને શરમ નથી આવતી? હવે મારી પત્નીને સર્વ પ્રકારના પ્રતીકાર હું કરીશ. મર્યાદાનું ઉલ્લંઘન કરનાર અને શરમ રહિત એવા દુર્જન પ્રત્યે મહાપુરુષોને પ્રેમ એક મુહુર્ત માત્ર પણ ટકી શક્તા નથી. પાપી તેમજ વ્યભિચારિણી આ કલાવતી જે બંને બાજુબંધોને કારણે બંને ભુજાઓને ગર્વ કરી રહી છે તેને જે હું જલ્દી છેદી નાખું તે તેને ફરી ગર્વ કરવાને અવસર ન સાંપડે. વળી, મારાથી અર્પણ કરાયેલ અબજો પદાર્થોને જે તેણી તુચ્છ ગણે છે તે હવે હું તેણીને તેણીના શરીરથી જ કપાયેલ ભુજારૂપી મહાભેટ આપું અર્થાત્ હું તેણીના હાથ કપાવી નાખું..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com