________________
આદર્શ જૈન સ્ત્રીરને ભાગ ૨ જે
( ૬૪ ). એમ કરતાં કરતાં તે પેલા સરોવર પાસે આવી પહોંચ્યું. ત્યાંના વનને વિષે ભમતાં ભમતાં કનકરથે પેલી સ્ત્રી દીઠી. તેણીને જોઈ તે વિસ્મય પામી વિચારવા લાગ્યો. “અહો ! આવું સ્ત્રીરત્ન મૃત્યુલોકમાં હોય નહીં. એ તે કેઈ કારણથી સ્વર્ગથકી આવેલી દેવાંગના હશે, કારણ કે, લવણસમુદ્રમાં કપૂરની ઉત્પત્તિ હોય નહીં. તેમ મરુદેશની ભૂમિકામાં જળથી પૂર્ણ સરોવરનો સંભવ પણ હેય નહી. તે આમ વિચાર કરે છે એવામાં તે તેનું સૈન્ય પણ ત્યાં આવી પહોંચ્યું. એટલામાં પેલી સ્ત્રી તે કુમારની નજરથી અદૃશ્ય થઈ ગઈ અને એક કૈલાસ સમાન મંદિર તેની દૃષ્ટિએ પડયું. કદાચિત એ સ્ત્રી આ મંદિરમાં ગઈ હશે એમ ધારી તેણે તેની અંદર પ્રવેશ કર્યો, તે તેણે ત્યાં રાષભદેવ તીર્થકરની પ્રતિમા દીઠી. એટલે તેણે પ્રતિમાની પૂજા કરી. પછી તેણે સ્તુતિ કરી કે, “હે અસંખ્ય ગુણવાળા કાષભ જિનેશ્વર ! હે નિઃશેષ સુખના સમૂહરૂપી કંદના મેઘ સમાન ! તમે જયવંતા વર્તો. આજ આપના દર્શનથી મહારાં ચક્ષુ સફળ થયાં. આજ (આપની પૂજાથી) મહારા હસ્ત સફળ થયા. આપને વંદન કરવાથી મ્હારું મસ્તક સફળ થયું. અને આજ આપની સ્તુતિ કરવાથી હારી વાણી પણ સફળ થઈ.” એમ કહીને તેણે ફરી ફરી પ્રણામ કર્યા. એવામાં ત્યાં એક લાંબી લાંબી જટાવાળે અને ધૂળથી મેલા દેખાતા શરીરવાળે વૃદ્ધ તાપસ આ. વળી પેલી કન્યા પણ હસ્તને વિષે એક મહા પુષ્પને કરંડીઓ લઈને ત્યાં આવી. તેણીએ પ્રભુની પૂજા કરીને સ્તુતિ કરી. તે ત્યાં પિલા કુમારને જોઈને વિચારવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com