________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
(૩૬ ) ભરેલું છે, તેનું ફળ તપ કરે એ જ છે; માટે હે રાજપુત્રી ! તું યાજજીવ જૈનધર્મ અંગીકાર કર. સાધ્વીનો આ ઉપદેશ સાંભળીને “બહુ સારું” એમ કહીને રતિસુંદરી બેલી. “હું વ્રત લેવાને સમર્થ નથી, માટે તમે મને સંસાર સમુદ્રમાં પ્રવહણ સમાન તારનારો એ ગૃહસ્થને ઉચિત ધર્મ આપ.” એટલે પ્રવર્તિનીએ કહ્યું તું સમક્તિ અંગીકાર કર અને શુદ્ધ શીળ પાળ અને તારે પિતે પાપથકી નિવર્તવું અને પરને નિવર્તાવવું. વળી (પિતાના સ્વામિ સિવાય) અન્ય પુરૂષને વર્જવારૂપ શીળવ્રત પાળજે. શીળવ્રત પાળવાથી ચંદ્રમા તથા સૂર્ય રહે ત્યાં સુધી પૃથ્વી ઉપર કીર્તિ રહે છે; શીળથકી કલ્યાણ થાય છે અને શીળથી મુક્તિ પમાય છે. જેમ મેઘથી લત્તાના અંકુર ઉત્પન્ન થાય છે તેમ એ શીળવ્રતના પ્રભાવથી કુલાંગનાના સર્વ મનોરથ આ ભવને વિષે સિદ્ધ થાય છે. વળી એ શીળવ્રત આ સંસારને વિષે રહેલા દુઃખ, દુર્ગતિ આદિ પર્વતોને વજ આયુધની પેઠે તોડી નાંખીને પરંપરાએ કરીને મેક્ષ આપવાવાળું થાય છે.” ગુરૂણીએ કહેલો એ ધર્મ સાંભળીને રતિસુંદરીએ સમ્યકત્વ અને શીળત્રત આદિ અંગીકાર કર્યા.
આ વખતે નંદન નગરના રાજા ચંદ્ર ભૂપતિએ પિતાના કાર્યને અર્થે સાકેતપુર દૂત મોકલ્યો હતો, તે ત્યાંથી પાછો તેને નગરે ગયે. ત્યાં જઈને પિતાના રાજાને દેશ સ્વરૂપ આદિ કહ્યા પછી તેણે રતિસુંદરીની રૂપરંપત્તિની પ્રશંસા કરી; તે ઉપરથી તે ચંદ્ર નરેશ્વર તેણીને વરવાને ઈછાતુર થયે; એટલે પિતાના દૂતને નરકેસરી રાજા પાસે મેકલી, રતિસુંદરીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com