________________
( ૩ )
રતિસુંદરી માગું કર્યું ને સાથે કહેરાવ્યું કે આપણે પરસ્પર પ્રીતિ છે. ને તે વળી જો તમે રતિસુંદરીને આપશે તે અધિક થશે. કહ્યું છે કે:-“ ઉત્તમ જનની સાથે સંગતિ, પંડિત પુરુષની સંગાથે વાતચીત અને નિર્લોભી પુરૂષની સાથે મિત્રી એ ત્રણ કરનારો માણસ કદાપિ દુઃખી થતો નથી. સજજનોની મૈત્રી દિવસના પહેલા બે પહોરના જેવી પહેલાં વધતી અને પાછળથી ક્ષય પામતી છાયા જેવી નહીં પરંતુ પાછલાં બે પહેરનાં જેવી પહેલેથી થેડી અને પાછળથી વૃદ્ધિ પામતી છાયા જેવી છે.” તે ઉપરથી સાકેતપુરના અધિપતિએ આ સંબંધને યંગ્ય જાણી જેમ દક્ષ રાજાએ રોહિણીને ચંદ્રમાને આપી હતી, તેમ પિતાની રતિસુંદરીને ચંદ્રરાજાને દીધી. પછી તેણે શુભ દિવસે મહાઅદ્ધિ સહિત તેણીને નંદનપુર મેકલી અને લક્ષ્મી જેમ પોતે જઈને શ્રી કૃષ્ણને વરી હતી, તે પ્રમાણે એ તેને વરી. ત્યાં તેમનો સુમુહૂર્તે મહત્સવપૂર્વક વિવાહ થયે લેકે રતિસુંદરીનું સિદર્ય જોઈને કહેવા લાગ્યા. અહે! આ તે શું દેવી, વિદ્યાધરી કે પાતાલ કન્યા હશે? પછી સ્નાથી જેમ ચંદ્રમા તેમ આ રતિસુંદરીથી અલંકૃત થયેલ ચંદ્ર નરેશ્વર સર્વોત્કૃષ્ટ સ્થિતિને પામે.
એકદા કુરૂપતિ બળવાન રાજા મહેન્દ્રસિંહે ચંદ્રનરેશ્વરને દૂત સાથે કહેવરાવ્યું કે હે દેવ! જેમ પદ્મ અને સૂર્યને તથા ચંદ્ર અને સમુદ્રને પ્રીતિ તેમ છે, આપણે પણ કુળક્રમાગત પ્રીતિ છે, તે લોપવી જોઈએ નહીં. તે જ કુળને ઉદ્યોત કરનારા પુત્ર કહેવાય જે સત્ત્વવાળા થઈને મહિમાના સ્થાનરૂપ પૂર્વજોએ કરેલા સંબંધને લેપતા નથી. સતુપુરૂષોએ સજજનતા ત્યજવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com