________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
(૩૮). જોઈએ નહીં, માટે આપણી પ્રીતિની વૃદ્ધિને અર્થે નવી પરણેલી રતિસુંદરીને અમારી તરફ ભેટ તરીકે મેકલે.
એ સાંભળીને ચંદ્રનરેશ્વર જરા હાસ્ય કરીને બોલ્ય. - સ્ના જેમ ચંદ્રમાને પ્રિય છે, તેમ સ્વજન કેને પ્રિય ન હોય? દાક્ષિણ્ય, પ્રિય ભાષણ, સુશીલ, વિનય ને દાન એ સજજનોના ગુણ છે; પરંતુ હે દૂત ! લ્હાર રાજાએ કહેવરાવ્યું છે તે સારૂં નથી, કારણ કે, મહાન કુળપતિઓ પણ પિતાની મર્યાદા ત્યજતા નથી, તે તારો રાજા તે મર્યાદા ત્યજીને મ્હારી સ્ત્રીને માગે છે, તે શું કઈ નીચ માણસે પણ પિતાની સ્ત્રી કેઈને આપી જાણી છે? તે કહ્યું. હે રાજન ! તમે એમ ન બેલો. સમુદ્ર મર્યાદા મૂકે તેને કેણ રેકી શકે? એ સમુદ્ર જ જ્યારે ક્ષેભ પામે ત્યારે પાળ બાંધવા કોણ સમર્થ થાય? અમારે રાજા અતિ બળવાન છે, તેની સેનાના ભારથી પૃથ્વી પણ કંપે છે, માટે તમારે સમતાથી અને વિચાર કરી બેલવું. તે સાંભળી ચંદ્રરાજા રોષે ભરાઈને કહેવા લાગ્યું. “હે દૂત ! હારી સ્ત્રીની ઇચ્છા કરનારા તારા રાજાને નરકને વિષે જવું પડશે. અકુલીન જે એ એમ કેમ બોલે છે? કેઈએ પિતાની સ્ત્રીને પારકે ઘેર કદાપિ મેકલી છે? નાગ જીવતો હોય ત્યાંસુધી તેની મણિ કોણ લઈ શકે ? ” દૂતે કહ્યું–હે રાજન ! ગમે તે પ્રકારે આત્માનું રક્ષણ કરવું એમ નીતિ કહેલી છે. જીવતો નર ભદ્રા પામે છે, મૃત્યુ પામેલાને કંઈ મળતું નથી. વળી કુળની રક્ષાને અર્થે એકનો ત્યાગ કરે, ગામની રક્ષાને અર્થે કુળનો ત્યાગ કરે, દેશની રક્ષાને અર્થે ગામનો ત્યાગ કરે. અને આત્માને
અર્થે પૃથ્વીનો પણ ત્યાગ કરે.” દૂતે આવું કહ્યું તેથી તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com