________________
( ૩૯ )
શતિસુંદી સભામાંથી બહાર કાઢી મૂક્યો. તેણે જઈને પિતાના સ્વામિને ચંદ્રરાજાનું ચેષ્ટિત કહી બતાવ્યું, તેથી કોપાયમાન થઈને મહેંદ્ર નરેશ્વર પિતાનું સૈન્ય સજજ કરીને ચાલે, તેને સમુદ્ર સમાન સૈન્ય સહિત આવતો સાંભળીને ચંદ્રરાજા યુદ્ધ કરવાને સજ્જ થયે, તે સન્મુખ આવ્યું. અનુક્રમે બને રાજાઓ વચ્ચે ખડગથી અને બાણથી યુદ્ધ થયું. તેમાં મહેન્દ્રસિંહે ચંદ્ર ભૂપતિને જીવતો પકડી બાંધ્ય, પછી તેની સેના નાસી જવા લાગી; અને વિજયી એવા મહેંદ્રસિંહ રાજાએ, સિંહ મૃગલીને પકડે, તેમ રતિસુંદરીને હસ્તગત કરી. પછી ચંદ્રને છેડી મૂકી રતિસુંદરીને લઈને સંતુષ્ટ થઈ પિતાને નગરે ગયે. ત્યાં જઈ મહેંદ્રસિંહે તેણીને કહ્યું. “હે ભદ્રે આ બધો યુદ્ધનો આરંભ તારે અર્થે કર્યો છે, બહુ કાળે હારૂં વાંછિત પૂર્ણ થયું છે, માટે હવે હારી પ્રિયા થઈને તારા જન્મને સફળ કર.” એ સાંભળી રતિસુંદરી વિચાર કરે છે કે “ ધિક્કાર છે મ્હારા રૂપને ! તેનાથી જ મહારા સ્વામીની આ દશા થઈ છે. આ દુરાચારી કામી રાજા જુગારીની પેઠે ઉત્સુક છે; હારું ચિત્ત વિચારતો નથી. મહારાં આવાં સ્વરૂપને ધિક્કાર છે ! પણ હારે હવે મ્હારૂં શીળ કેવી રીતે સાચવવું? કસાઈની દુકાને બાંધેલા બેકડાના જીવિત જેવું આપણું જીવિત છે. (તે જીવિતનો અંત લાવ એ જ શ્રેયસ્કર છે.) પરંતુ નીતિશાસ્ત્રનું વચન એવું છે કે, પ્રાણસંકટ સમયે કાળનો વિલંબ થાય એ જ શ્રેયસ્કર છે. એમ વિચારી તે તેની સાથે ધીમે ધીમે બોલવા લાગી. અને ગાઢ અનુરાગ બતાવવા લાગી. તેણીએ રાજાને કહ્યું- હે નકુંજર ! જે તમે હારી પ્રાર્થને નિષ્ફળ ન કરે તે, હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com