________________
આદશ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૪ ) તમારી પાસે કંઈ માંગું. રાજા –હે રંભેરૂ ! એ પ્રાર્થનાનું વચન શું છે? ત્યારે અર્થે વાપરવામાં આવતા હારા પ્રાણને પણ હું તૃણ સમાન ગણું છું. હે સુભ્ર ! જેણે પિતાનું શીર આપ્યું છે અને હવે પિતાની ચક્ષુ કયાં આવી રહી છે? માટે ગમે તેવું દુર્લભ હોય તો તે પણ માગ, હું હારી માગણી કબૂલ રાખીશ. તે ઉપરથી રતિસુંદરી બોલી. હમણું આપણે માત્ર શબ્દોથી જ બલીને રહેવું, ચાર માસ પર્યત તમારે હારું બ્રહ્મચર્ય ભંગ કરવું નહીં. એ સાંભળી રાજા બેલ્યો “ તું બોલી તે મને રૂચતું નથી, તો પણ તે કહ્યું તે ભલે તેમ થાઓ.”
ત્યારપછી રતિસુંદરી આંબિલ આદિને તપ કરવા લાગી, શરીર ઉપરથી પિતાના સર્વ આભૂષણે ત્યજી દીધાં, તે દિવસે દિવસે વધારે દુર્બળ થવા લાગી. એનાં અંગ દુર્બળ થઈ ગયેલાં જોઈ એકદા રાજાએ કહ્યું: “હે હરિણાક્ષિ ! મ્હારી આ શી અવસ્થા થઈ? તને કોઈ રોગ થયે છે?” રતિસુંદરીએ કહ્યું
મને વૈરાગ્ય ઉત્પન્ન થયે છે. મહારે ચાર માસ સુધી આંબિલને તીવ્ર તપ કરે છે. જો તમે મહારૂં વ્રત ભંગ કરશે તો તમારે અને મારે નરકને વિષે જવું પડશે.” રાજાએ પૂછયું.
હારા વૈરાગ્યને શે હેતુ છે? કે આવા ભેગને એગ્ય એવા હારા શરીરને તું પુષ્પમાળાની પેઠે તારૂપી અગ્નિને વિષે ફેંકી દે છે?” પતિવ્રતા રતિસુંદરી બોલી. “આ દેહ નિંદનિક છે; અપવિત્ર ગંધવાળા એના નળ દ્વારને વિષે રુધિર, માંસ, મેદ, અસ્થિ, પિત્ત, વિષ્ટા મૂત્રાદિ અશુચિ ભરેલી છે; એને ફરી ફરી સ્નાન, વિલેપન, ધૂપ આદિથી ગમે તેટલું સુધારે તો પણ એ પિતાની દુર્ગધ મૂકતું નથી. એ શરીરને અંદર કે બહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com