________________
( ૪૧ )
રાતિસુંદરી જે જે ભેગ આપવામાં આવે છે, તે તે બળ પુરુષના ઉપકાર સમાન નિષ્ફળપણાને પ્રાપ્ત થાય છે. એવું એ દેખાવમાં મનોહર પણ અશુચિના નિધાનરૂપ શરીર કેને વૈરાગ્ય ન પમાડે ? માટે તપ વિના આત્મા શુદ્ધિ પામતો નથી.” રાજાએ કહ્યું.
હમણા તું હારી તપશ્ચર્યા સંપૂર્ણ કર.” પછી તપ પૂર્ણ થયે એટલે રાજાએ કહ્યું. “હવે હાર મનોરથ પણ પૂર્ણ કર.” રતિસુંદરીએ કહ્યું. “ આજ તે હારે પારણું છે. ” એ પછી તેણીએ શાસનદેવીનું સ્મરણ કરીને તેણીને કહ્યું. “હે દેવી ! એવું કરે કે જેથી મહારૂં શીળ અખંડ રહે.” એ સાંભળી શાસનદેવીએ તેણીનું એવું કુત્સિત રૂપ કર્યું કે, રાજા તેણીને ગળતા કોઢ આદિ વ્યાધિથી ભરેલી જોઈ વિચારવા લાગ્યું. “અહ! આ દેહ તો અશુચિથી ભરેલે છે. મેં વૃથા પારકી સ્ત્રીનું હરણ કર્યું.” એમ કહી તેણે ચંદ્રભૂપતિને પાછી આપી. ત્યાં તેના શીળ પ્રભાવથી તે ફરી દિવ્ય રૂપવાળી થઈ. રાજાને અને તેને પરસ્પર પ્રીતિ થઈ ને દેવીએ સાન્નિધ્ય કરેલું તેણીનું શીળવ્રત તેણે વખાણ્યું.
અનુક્રમે એ રતિસુંદરી આયુરક્ષયે મૃત્યુ પામી સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવી મનુષ્ય ભવ પામી, પ્રાતે મેક્ષે જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com