________________
A
:
સતી મદનરેખા.
1મના નગી
1 જે. ભવ્ય અને મદનરેખાની પેઠે મુકિત આદિ સુખ
આપનારૂં શીળવ્રત નિરંતર મન-વચન-કાયાએ કરીને પાળે છે તે સ્વર્ગ અને મોક્ષના સુખ પામે છે. - ભરતખંડના ભૂષણરૂપ એવા સુદર્શનપુર નામના નગરને વિષે મણિરથ નામને રાજા રાજ્ય કરતું હતું. તેના લઘુભાઈ યુગબાહુ યુવરાજને સુશીલા એવી મદનરેખા નામની સ્ત્રી હતી. તેના સર્વોત્કૃષ્ટ રૂપથી મેહ પામીને મણિરથ રાજાએ વિચાર્યું કે, “આ મદનરેખા હારે નિચ્ચે ગ્રહણ કરવી. જે તેણીની સાથે હું કામક્રીડા નહિ કરી શકું તે મહારો જન્મ નિષ્ફળ જશે.” એમ વિચારીને તેણે ઉત્તમ પુષ્પ, તાંબૂલ, વસ્ત્રાભરણું આદિ વસ્તુઓ મદનરેખાને લેભાવવાને એક દાસી સાથે મેકલાવી. તેણીએ તે, “રાજાને આ મહાપ્રસાદ છે.” એમ ગણને અંગીકાર કરી. અન્યદા રાજાએ મોકલેલી દાસી મદનરેખા પાસે જઈને કહેવા લાગી. “હે ભદ્રે મણિરથ રાજા હારા ગુણના સમૂહથી આસક્ત થઈને તને ભેગવવા ઈચ્છે છે, એમ તેણે મને તને કહેવાનું કહ્યું છે.” તે વખતે દાસીનાં વા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com