________________
( ૩ )
મદના જેવાં વચનથી હણાએલી મદનરેખા દાસીને કહેવા લાગી. “ગણિકા પ્રમુખ સ્ત્રીઓના બંધુજન પણ તેણીની પાસે જવાને અર્થાત્ તેણીને ભેગવવાને ઈચ્છતા નથી. જે સ્ત્રીને વિષે શીળ ગુણ નથી હેતે, તો તે કઈવાર વાત બગડે છે, અને એવી સ્ત્રીઓ નરકગામી થાય છે. શ્રી મહાવીરે ગૌતમને કહ્યું છે કે-પાપકર્મની અનંત રાશિઓ ઉદય આવે છે ત્યારે જીવ સ્ત્રીવેદપણું પામે છે.” વળી હે દાસી ! હારા રાજાને આવું ઉત્તમ પ્રકારનું અંતઃપુર છતાં તે મૂઢ શા સારુ નરકે જવાની ઈચ્છાથી પરસ્ત્રીને ભેગવવાની ઈચ્છા કરે છે? મ્હારા પ્રાણનાથ હૈયાત છતાં જે માણસ હારા ઉપર કુદૃષ્ટિ કરશે, તે જરૂર મૃત્યુ જ પામશે.” અને જે કદિ તે બળાત્કાર કરશે, તે હું મારું શરીર આપવાને બદલે તેને હારા પ્રાણજ આપીશ. ઉત્તમ પુરુષે તે આ લોક કે પરલેકને વિષે વિરુદ્ધ આચરણે કરતા નથી, કારણ કે જીવહત્યા, અસત્ય વચન, પારદ્રવ્યહરણ અને પરસ્ત્રીસેવન એ ચાર પાપે માણસને નરકને વિષે લઈ જાય છે. વળી નૃપતિએ તે વિશેષે કરી પરસ્ત્રીની વાંછા ન કરવી, કારણ કે વિશ્વને વિષે સર્વ લેકે એમનું જ અનુકરણ કરે છે.”
આવું સાંભળી રાજા પાસે જઈ દાસીએ મદનરેખાનું કહેલું સર્વ તેને કહી બતાવ્યું, તેથી તે તે વિશેષે કામાતુર થયે. તે તેણુંને ભેગવવાના ઉપાય શોધવા લાગ્યું. તેણે વિચાર્યું કે, “જ્યાં સુધી યુગબાહુ જીવતે છે, ત્યાં સુધી હું એણુને મેળવી શકીશ નહીં; માટે પ્રથમ કેઈ ઉપાય કરીને યુગબાહુને હણું ને પછી મદનરેખાને અંગીકાર કરું.” એમ વિચારીને તે નિરંતર
ન્હાના ભાઈને રાત્રિ સમયે હણવાને છિદ્ર શેધવા લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com