________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૪૪ ). એકદા મદનરેખાએ રાત્રીને વિષે સ્વપ્નમાં પૂર્ણ ચંદ્ર જે. એ સ્વપ્ન તેણીએ પિતાના ભર્તારને કહ્યું. ભર્તાર યુગબાહુ બોલ્યો. “ તને ચંદ્રમા તુલ્ય સૌમ્ય ગુણ યુક્ત પુત્ર થશે.” અનુક્રમે ત્રીજે માસે તેણીને એ દેહદ થયું કે, હું જિર્નોની પૂજા કરું, ગુરુને પ્રતિલાવ્યું અને ધર્મકથાને શ્રવણ કરું. કહ્યું છે કે-“ગર્ભને વિષે પુન્યવાન કે પાપિષ્ટ જે જીવ આવ્યા હોય છે, તે માતાના ચિત્તને વિષે મનોરથ થાય છે.” એવામાં એક વાર વસંતસમયને વિષે યુબાહુ પ્રિયાને સાથે લઈને ઉદ્યાનમાં કીડા કરવા ગયો. ત્યાં ઉદ્યાનમાં જળાદિ કીડા કરીને રાત્રીએ કદલીગૃહને વિષે તે નવકાર મંત્રનું સ્મરણ કરતે સૂતે, એવામાં મણિરથ રાજા “ યુવરાજ યુગબાહુની સાથે સ્વલ્પ પરિવાર છે,” એમ જાણીને તેને હણવાને એકાકી ખ લઈને ત્યાં ગયે. હાર ભાઈ એક ઉપવનને વિષે રહે એ ઠીક નહીં એમ કહીને તે પેલા કદલીગૃહને વિષે ગયે. ત્યાં યુગબાહએ તેને આ જાણી તક્ષણ ઊભા થઈને નમસ્કાર કર્યો. તે વખતે મણિરથે તેની સાથે કલ્પિત વાર્તા કરતાં કરતાં તેનો ખડગથી ઘાત કર્યો. તે જોઈ મદરેખાએ કળાહળ કરી મૂક્યું એટલે સુભટે તેને હણવાને દોડી આવ્યા, પણ ખડગે હણાયેલ યુગબાહ તેમને કહેવા લાગ્યું. “અરે સુભટ તમે
હારા સહેદરને હણશો નહીં કારણ કે, આ ભાઈને કંઈ દેષ નથી. એ તે હારા પૂર્વના કર્મનો જ દેષ છે.” એટલે મણિ
સ્થ તે પિતાનું ધારેલું કાર્ય સિદ્ધ થયું જાણી હર્ષ પામતે ઘેર ગયે, ત્યાં તેને અકસ્માત્ સર્ષે ડો ! કહ્યું છે કે-“અત્યગ્ર પુચ પાપનું ફળ આ લેકને વિષે જ ત્રણ માસમાં, ત્રણ પક્ષમાં, ત્રણ દિવસ કે ત્રણ પહોરમાં જ મળે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com