________________
(૪૫)
મદન આમ બનાવ બન્યું છે, એવામાં યુગબાહને પુત્ર ચંદ્રયશા પિતાના પિતાના ત્રણની ચિકિત્સાને અર્થે ત્યાં આવ્યું. તે વખતે મદનરેખાએ શ્વાસ લેતા પતિને કહ્યું “હે પતિ ! આપે હવે કિંચિત્ માત્ર ખેદ ન કરે, કારણ કે, જીવ કરેલાં કર્મથી છૂટી શક્તો નથી. માણસ આ ભવમાં કે પરભવમાં જે કર્મ કરે છે, તે તેણે અન્ય ભવમાં કરેલા કર્મના નિમિત્તરૂપ જાણવું. હવે આપ ધર્મરૂપ ભાતું ગ્રહણ કરો. અને આપે મન, વચન કે કાયાથી જે કંઈ દુષ્કૃત્ય કર્યું હોય તે સર્વ આપ નિંદ. સતપુએ શત્રુ, મિત્ર કે પુત્રને વિષે અથવા મણિ કે પાષાણને વિષે કદાપિ મેહ કરવો નહીં, કારણ કે એ અનંત સંસારનું કારણ છે.” આમ કહી પછી તેણીએ તેને સમ્યક પ્રકારે આરાધના સંભળાવી, તે પ્રમાણે તેણે આરાધના સહી. મદનરેખા બેલી. “જે આપનો મિત્ર હેય કે શત્રુ હોય, સ્વજન હોય કે પરિજન હોય તેની સાથે આપ ક્ષમા કરો ને તેની પ્રકટપણે ક્ષમા માગે. વળી આપે છે કે તિર્યંચને, નારકીના જીવને, દેવતાઓને કે મનુષ્યને દુભવ્યા હોય તેમની આપ ક્ષમા માગે, ને તેમની સાથે મૈત્રીભાવ જેડીને તેમને પણ આપ ક્ષમા આપે. જીવિત, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિય સમાગમ એ સર્વ વાયુએ ચલિત કરેલા સમુદ્રતરંગના જેવાં અસ્થિર છે. વ્યાધિ, જન્મ, જરા, મૃત્યુ આદિથી ગ્રસ્ત થયેલા પ્રાણિઓને આ લેકને વિષે જિનભાષિત ધર્મ એજ શરણ છે. આ જગતને વિષે સર્વ જન સ્વજન થયા છે, ને સર્વ જન પરિજન પણ થયા છે. એક જીવ ઉત્પન્ન થાય છે ને એક જીવ મૃત્યુ પામે છે; એક સુખ અનુભવે છે ને તેને જ
*
-
-
t
;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com