________________
આદર જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૪૬ ) દુઃખ પણ અનુભવવું પડે છે. ઇત્યાદિ અનિત્યાદિ ભાવના છે. માટે આપે પૈર્ય રાખવું, કાયાપણું ત્યજી દેવું; કારણ કે એવી કઈ જાતિ નથી, એવી કોઈ એનિ નથી, એવું કઈ સ્થાન નથી કે એવું કોઈ કુળ નથી કે જ્યાં સર્વ જીવ અનંતવાર જમ્યા કે મૃત્યુ પામ્યા નહિં હેય. હું એકાકી છું, મહારું કોઈ નથી, હું પણ અન્ય કેઈનો નથી. એવું અદીન મન રાખીને આત્માને શિખામણ આપવી.” ઈત્યાદિ પ્રિયાનાં આવાં હિતવચનો ગ્રહણ કરીને યુગબાહુ શુભ ધ્યાન સહિત મૃત્યુ પામીને બ્રહ્મ દેવલેકને વિષે દેવતા થયે.
આ વખતે ત્યાં આવેલે ચંદ્રયશા યુગબાહુને મૃત્યુ પામેલે જે અત્યંત વિલાપ કરવા લાગે. મદનરેખા પણ ચિરકાળ પર્યત રુદન કરી વિચારવા લાગી. મને ધિક્કાર થાઓ. કે હું પતિના મરણના હેતુરૂપ થઈ. હવે મણિરથ આવીને મને કહેશે કે-હારો ભર્તાર તે મરણ પામ્યા ને સ્ત્રીને પતિ વિના અન્ય શરણ નથી, એમ કહી તે દુષ્ટ મને પકડી જશે. હવે મ્હારે કઈ રક્ષક નથી; તેથી હવે મ્હારે મહા સ્વર્ગ અને એક્ષનાં સુખ આપનાર એવા શીળની રક્ષા કરવી પડશે. એમ ધારીને તે ગુપ્ત રીતે ત્યાંથી નીકળી ગઈ
મદનરેખા ત્યાંથી જતી રહી, તેને બીજે દિવસે એક મહા અટવીમાં પહોંચી. ત્યાં કઈ જળાશયમાં જળપાન કરીને કદલીગ્રહને વિષે સૂતી. ત્યાં તે સાત દિવસ રહી. સાતમે દિવસે તેણીએ એક પુત્રને જન્મ આપે. પ્રભાતે તે બાળકના હાથને વિષે યુગબાહુના નામથી અંકિત થયેલી મુદ્રિકા પહેરાવી, તેને રત્ન કબળને વિષે વીંટાળીને, તરાની છાયામાં મૂકી સરેવરને તીરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com