________________
સતી રતિસુંદરી.
genceg દૂ જે હૈં શુભ આશયવાળા પ્રાણીને પિતાનું શીળવ્રત ઉત્તમ
દંeo રીતે પાળવાની ઈચ્છા હોય છે, તે રતિસુંદરીની પેઠે મોક્ષ પ્રાપ્ત કરે છે. - સાતપુર નગરને વિષે કેસરી રાજ ન્યાય માર્ગે રાજ્ય કરતો હતો. તેને કમળસુંદરી નામની પત્ની અને રતિસુંદરી નામે પુત્રી હતી. રતિસુંદરી અનુક્રમે યૌવન અવસ્થા પામી. એકદા રતિસુંદરી સાધ્વીને વંદન કરવા ગઈ. ત્યાં સાધ્વીએ એને ધર્મોપદેશ આપ્યો. “નિધાન જેવા દુર્લભ મનુષ્ય ભવને પ્રાપ્ત કરીને બુદ્ધિમાન જનોએ ધર્મ ફળરૂપી રત્ન ગ્રહણ કરવાની જરૂર છે. જેમ રત્નથી પૂર્ણ એ નિધાન પામીને પણ બાળક એક કરીને વાંછે છે તેમ મૂર્ખ જન મેક્ષ ફળ મૂકીને ભેગની ઈચ્છા કરે છે, માટે સમક્તિ ગ્રહણ કરવું, સંયમ લે, અને નિર્મળ તપશ્ચર્યા કરીને ભવસમુદ્રનો અંત પામ તે મનુષ્ય જન્મનું સાર્થક છે. અગ્નિથી પવિત્ર વસ્ત્રની પેઠે, જીવ તારૂપી અગ્નિથી તપ્ત થઈ અને શીળરૂપી ઉજ્વળ જળથી છેવાઈને કર્મરૂપી મળને ત્યજી દે છે. આ શરીર મળમુત્રથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com