________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૩૪ ) બીજે કઈ પાપિષ્ટ નહિ હોય? ” નર્મદા સાદેવીએ કહ્યું. “ વૃથા ખેદ ન કરે, સર્વ જી પોતાના કર્મને અનુસારે જ સુખ દુઃખ ભોગવે છે. કહ્યું છે કે–સર્વ પ્રાણુઓ પૂર્વ ભવનાં કર્મથી પ્રેર્યા થકા વર્તે છે, કયાંય પણ કોઈને દોષ કાઢવે નહીં. દોષ તે ફકત આત્માનો જ છે.” એ સાંભળી નર્મદસુંદરીની ક્ષમા માગી તેણીના ગુરુ પાસે મહેશ્વરદત્ત દીક્ષા લીધી. સુષિદત્તાએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. મહેશ્વરદત્ત અને ઋષિદત્તા સર્વ કર્મનો ક્ષય કરીને નર્મદાના તટે મુક્તિ પામ્યા. દેવોએ આવીને મહોત્સવ કર્યો. તે ઉપરથી લેકમાં એ નર્મદાતીર્થ થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com