________________
( ૩૩ )
નર્મદાસુંદરી
ગુરૂ બોલ્યા. “વિધ્યાચળ નામે મહાન પર્વત છે, તેના એક ભાગમાંથી તેને આશ્રિત નર્મદા નદી નીકળે છે. એ નદીની નર્મદા નામે મિથ્યાત્વી દેવી અધિષ્ઠાયિકા હતી. એકદા એ દેવીએ નર્મદાના તટ ઉપર કાયેત્સર્ગે રહેલા એક મુનિને બહુ ઉપસર્ગ કર્યા, પણ એ મુનિએ એના ઉપર બીલકુલ દ્વેષ કર્યો નહીં. એ દેવી ત્યાંથી ચ્યવને આ નર્મદાસુંદરી થઈ. એ નર્મદાસુંદરી ગર્ભમાં હતી. ત્યારે તેણીના પૂર્વના અભ્યાસને લીધે જ તેની માતાને નર્મદા નદીમાં ન્હાવાને દેહદ્દ થયે હતું. તેણીએ સાધુને ઉપસર્ગ કર્યો હતો તેને લીધે તેણીને આ કલંક દુઃખ આદિ થયું છે.” પિતાને પૂર્વભવ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી નર્મદા સુંદરીએ દીક્ષા ગ્રહણ કરી. એ સાવીને તપશ્ચર્યા કરતાં અવધિજ્ઞાન પ્રાપ્ત થયું અને પોતે પ્રવતિનીનું પદ મેળવ્યું.
અનુક્રમે વિહાર કરતાં કરતાં એકદા તે ચંદ્રપુર નગરે ગઈ ત્યાં મહેશ્વરદત્ત ધર્મ સાંભળવા ગયે. નમન કરીને બેઠે. ધર્મ સાંભળીને પછી પૂછવા લાગે. “ મેં મારી સ્ત્રી કલંકિત જાણુને ત્યજી દીધી તો તે કલંક્તિ હતી કે નહીં?” સાધ્વીએ કહ્યું. “તે તે નિષ્કલંક અને સતીઓમાં શિરોમણી હતી.”
એવું જાણુંને મહેશ્વરદત્ત પિતે પ્રિયાનો વૃથા ત્યાગ કર્યો, માટે પિતા ઉપર ધિક્કાર ધિક્કાર આપવા લાગ્યું. તેને દુઃખી થત જોઈ સાધ્વીએ કહ્યું. “એ હારી પ્રિયા હું જ” એ સાંભળીને મહેશ્વરદત્ત બહુ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. “ ધિક્કાર છે મને ! કે મેં એવા વનને વિષે તને એકલી ત્યજી દીધી! ! હારાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com