________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
(૩૨) પૂછયું. “ ધાર્મિક અંત:કરણવાળી એવી તું કોણ છે ?” નર્મદસુંદરીએ તેને સુશ્રાવક જાણીને એ પ્રશ્નના ઉત્તરમાં પિતાની સર્વ હકીકત કહી. તે સાંભળીને જિનદાસ પણ છે. “બહુ સારું થયું કે આજે મેં તને દીઠી. હારા મિત્ર વીરદાસે ભગુકચ્છથી મને અહિં તારે માટે જ મોકલ્યો છે, માટે તું ખેદ ન કર. વખતે સૌ સારા વાનાં થશે, સારી રીતે કરેલી માયાને શું અસાધ્ય છે? પણ ત્યારે ઘડા અને વસ્ત્ર આદિ ભાગી ફાડી નાંખવા કે, જેથી રાજા તને નગર બહાર કઢાવી મૂકે. તેથી રાજાએ પ્રધાનને આદેશ કરીને તેણીને નગર બહાર કઢાવી મૂકી. એટલે જિનદાસ તેણીને લઈને પાછો વળે. માર્ગમાં તેણીને સ્નાન કરાવી ઉત્તમ વસ્ત્ર પહેરવા આપ્યાં. સમુદ્રતીરે આવી પ્રવહણમાં બેસારી તે તેણીને નર્મદાપુર લાવ્ય. તેણીને આવી જાણ સર્વ સ્વજને ત્યાં એકઠા થયા. તેણીના પિતા પ્રમુખ સર્વ તેને જીવતી જોઈ હર્ષ પામ્યાં. ને તેણીનો જન્મોત્સવ સમાન હે ઉત્સવ કર્યો. વળી જૈન મંદિરોમાં મહાપૂજાદિક કરાવ્યાં તથા સાધર્મિક વાત્સલ્ય આદિ ધર્મકર્મ કર્યા. જિનદાસ પણ ત્યાં કેટલાએક દિવસ ગૌરવ સહિત રહીને પછી વીરદાસની આજ્ઞા માગીને ભૂગપુર ગયે.
એવામાં એકદા નર્મદાપુરને વિષે આર્યસહસ્તી નામના ધર્માચાર્ય આવ્યા. તેમને વંદન કરવાને નર્મદાસુંદરી પિતા પ્રમુખની સાથે ગઈ ધર્મોપદેશ શ્રવણ કરીને દેશનાને અંતે વીરદાસે આચાર્યને પૂછ્યું. “હે ભગવન્! નર્મદાએ પૂર્વે એવાં શાં કર્મ કર્યા હશે કે જેથી તે નિષ્કલંક છતાં તેણીને માથે કલંક આવ્યું? ને વળી દુઃખનું ભાજન થઈ?” તે સાંભળીને જ્ઞાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com