________________
( ૩૧ )
નર્મદસુંદરી પણ મહારા રૂપથી મેહિત થઈને પિતાના અંતઃપુરને વિષે મને રાખશે; પણ હારે તો પ્રાણ જતાં સુધી એ હારા શાળવ્રતની રક્ષા કરવાની છે.” એમ વિચારી તેણીએ મંત્રીનું વચન માન્યું. મંત્રીએ રાજાને કહ્યું. એટલે તેણે તેણીને માટે સુખાસન મેકલાવ્યું. રાજાના માણસે તેણીને તે સુખાસનને વિષે બેસારી મસ્તકને વિષે છત્ર ધરતા શીધ્ર જવા લાગ્યા. તે વખતે તેણીને શીળ સાચવવાનો એકનો એક વિચાર સૂઝ; તે નગરની વિશાળ ખાળ પાસે તેઓ આવ્યા એટલે તેણીએ એકદમ તેમાં પડતું મૂકયું ને તેમાં રહેલી અશુચિથી પિતાનું શરીર બધું લેપન કરીને તે બહાર નીકળીને તે પિતાનાં વસ્ત્ર ખેંચીને ફાડી નાંખવા લાગી તથા ફરી ફરી મસ્તકે ધૂળ નાખવા લાગી. પછી વ્યંતરીની પેઠે દેડતી ચિત્કાર કરવા લાગી; તેથી લોકો :ભય પામી દશે દિશ નાસી ગયા ને કહેવા લાગ્યા. “એ કન્યાને વ્યં તરીએ ગ્રસ્ત કરી છે. આમ થવાથી મંત્રીએ જઈને રાજાને કહ્યું “હે સ્વામિન ! એ કન્યા તે ઘેલી થઈ છે ને વ્યંતરી જેવી દેખાય છે.” રાજાએ તે ઉપરથી મંત્રવાળાઓને મેકલ્યા, તેમણે તેણુને બહુ તાડન કરવા માંડયું.
એકદા વળી તે ઘેલી થઈને જિનેશ્વરના રાસ ગાતી ગાતી ફરતી હતી, તેવામાં તેણીને જિનદાસે દીઠી; એટલે તે તેણીની આગળ જઈને કરુણયુક્ત થઈ પૂછવા લાગે. તું કોણ છે? પેલીમાં પણ એવા પ્રકારની સામે પ્રશ્ન કર્યો. ત્યારે જિનદાસ . “ હે વ્યંતરના અધિપતિ નેજિનનો ભક્ત છું.” નર્મદાએ કહ્યું
જે તું જૈન હોય તો ત્યારે મ્હારી સાથે ગુપ્ત રીતે ભાષણ કરવું.” એ ઉપરથી જિનદાસે તેણીની પાછળ જઈને અંજલિ જોડીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com