________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૩૦ ) વિચારી બહુ બહુ વ્યાપારની વસ્તુઓ લઈને તે રાજાની આજ્ઞા માંગી પિતાના નગર ભણું ચાલ્યું. અનુક્રમે તે ભગપુર પહે. ત્યાંથી એણે નર્મદાની શોધમાં જિનદાસને પાછો મેક. તેણે બર્બરકૂલ જઈને તેને બહુ બહુ ખેાળી, પણ તેની શોધ લાગી નહી. - હવે જ્યારે વીરદાસે પ્રયાણ કર્યું ત્યારે પાછળ ગણિકાઓ નર્મદાસુંદરીને કહ્યું. “હે ભદ્ર! અન્ય પુરૂષને રંજન કરીને સુવર્ણ પ્રાપ્ત કર. વેશ્યાપણું અંગીકાર કરીને પોતાના જન્મને સફળ કર. જેમ ઉર્વશી મહેંદ્રને માન્ય છે તેમ તું પણ રાજાઓને માન્ય થા.” તે સાંભળીને હસ્તને કંપાવતી નર્મદા બેલી. “જ્યાંસુધી હાર દેહમાં પ્રાણ છે, ત્યાંસુધી હારૂં શીળરૂપી માણિજ્ય કોણ હરવાને સમર્થ છે?” વેશ્યાએ કહ્યું. “આ મહીતળને વિષે આપણે જન્મ સફળ છે, કારણ કે અહિં રહેતાં છતાં આપણે સ્વર્ગ ભજન જમીએ છીએ.” નર્મદા સુંદરી બેલી. “એવું તે કણ હોય કે જે તમારા જન્મને મેક્ષ માની પિતાના આત્માને વંચે ? માણિજ્યને બાળક હેય તેજ ચણું જાણું કીડારૂપ કરે.” તેણીનાં આવાં વચન સાંભળીને કપાતુર થઈ વેશ્યા પિતાના મનોરથની સિદ્ધિને અર્થે તેણીને પ્રહાર કરવા લાગી, તે પણ પેલીએ માન્યું નહી. વેશ્યાએ તેને ફરી પ્રહાર કર્યા. ત્યારે તેણી એ પંચ પરમેષ્ટિ નમસ્કારનું સ્મરણ કરવા માંડયું. એટલે એના પ્રભાવથી અકસ્માત્ ગણિકા મૃત્યુ પામી. એટલે રાજાને તે વાતની ખબર પડી. ત્યારે મંત્રિઓએ તેના આદેશથી નર્મદાને તેણીનું પદ લેવાને બહુ બહુ પ્રાર્થના કરી. નર્મદાએ વિચાર્યું કે – જે બળાત્કાર કરીશ તે મંત્રી અને રાજા પાસે લઈ જશે ને રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com