________________
( ૨૯ )
સતી નર્મદા સુદરી તેણે તેની સાથે હરિણીને માટે ઉપર કહ્યું છે તેટલું દ્રવ્ય મેકલાવ્યું. તે લઈ જઈ દાસીએ પિતાની સ્વામિનીને આપ્યું. વેશ્યાએ કહ્યું. “હારે દ્રવ્યનું લેશ માત્ર પ્રજન નથી. એ વીરદાસને અહિં લાવ.” એટલે દાસીએ જઈ તેને ગમે તે પ્રપંચે સમજાવીને તેણીની પાસે આયે. વેશ્યા હરિણીએ તેને હાવભાવાદિવડે ક્ષેભ પમાડવાનું બહુ બહુ કર્યું પણ સર્વ વૃથા ગયું. છેવટ કંઈ કપટ કરવાને નિમિત્ત તેણુએ તેના હસ્તમાંથી એક મૂલ્યવાન મુદ્રિકા કાઢી લીધી. તે ગુપ્ત રીતે તેણીએ પિતાની દાસીને આપીને કહ્યું કે “નગર બહાર જઈ આ મુદ્રિકાની નિશાની બતાવી વીરદાસની સાથે આવેલી સ્ત્રી જે તેને ઉતારે છે, તેણીને અહિં લઈ આવ.” તે ઉપરથી કપટમાં કુશળ એવી તે દાસીએ ત્યાં જઈને નર્મદા સુંદરીને કહ્યું. “શેઠ અમારે ઘેર બેઠેલા છે, ત્યાં તમને શીઘ બોલાવે છે. નિશાની તરીકે તેણે આ મુદ્રિકા મેકલાવી છે.” નર્મદા સુંદરી વીરદાસની નામાંકિત મુદ્રિકા જેઈ નિઃશંકપણે દાસીની સાથે ચાલી. દાસી તેણીને વેશ્યાના ઘરમાં લઈ ગઈ. ત્યાં વેશ્યાએ તેને પિતાના ભૂમિગૃહને વિષે સંતાડી. આમ ગણિકાએ પિતાનું ધાર્યું કરીને પછી પેલી મુદ્રિકા વીરદાસને આપી. વીરદાસ પણ અખંડિત વ્રત સહિત બહાર આવી હર્ષ પામતે પિતાને ઉતારે ગયે. ત્યાં નર્મદા સુંદરીને ન જેવાથી તે ક્ષોભ પામે. સેવકને પૂછ્યું ત્યારે તેઓએ પણ તેણને ક્યાંય દીઠી નહતી એમ કહ્યું. આમ જોઈ બહુ દુઃખી થઈ તે વિચારવા લાગ્યું. “જે એ નર્મદાને હરી ગયે હશે, તે હું અહિં હઈશ ત્યાં સુધી તેણીને કદાપિ પ્રકટ કરશે નહી.” આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com