________________
આદર્શ જૈન સ્ત્રીરને ભાગ ૨ જે
( ૨૮ ). તેમાં તું શાને વિષાદ કરે છે?” એમ તેણીએ પિતાના આત્માને બોધ આપે. પછી સરોવરને વિષે સ્નાન કરી જિનેશ્વર ભગવાનનું ધ્યાન ધરી ફળાહાર ઉપર તે ત્યાં રહેવા લાગી. દીવાને ખપ પડેયે ઇંગુદિના ફળના તેલથી તે દીપક પણ કરતી. આમ સર્વથા શાકને ત્યાગ કરીને તે વ્રતગ્રહણમાં પરાયણ થઈ.
એવામાં વિવેકબુદ્ધિવાળો તેણીને પિતરાઈ ( કાકે) વીરદાસ બર્બરકુળ પ્રત્યે જતો હશે, તે રસ્તે નર્મદા સુંદરી રહેલી હતી તે પ્રદેશમાં આવી ચઢ. પિતરાઈને ત્યાં આવેલા જોઈને તે તે ગાઢ સ્વરે રૂદન કરવા લાગી. વીરદાસે પૂછ્યું “હે પુત્રી! તું કેમ એકલી દેખાય છે?” તેના ઉત્તરમાં તેણીએ પિતાના કર્મ સ્થિતિની નિંદા કરી સર્વ હકીક્ત કહી સંભળાવી. પછી તેણે તેણીને પિતાની સાથે લીધી. બર્બરદેશ પહોંચ્યું, ત્યાં તેણે પિતાના સાર્થને ગામ બહાર ઉતારો આપ્યું અને ન તંબૂ નાંખી તેને વિષે મહાસતી નર્મદાસુંદરીને મૂકીને પિતે ભેટ લઈ રાજ્યસભામાં ગયે. ત્યાં રાજાને તે ભેટ આપીને પ્રણામ કર્યો. એટલે રાજાએ તેની જકાત માફ કરી. પછી નગરને વિષે જઈ તે કરીઆણાં વેચવા તથા ખરીદવા લાગે. આ નગરને વિષે સુપ્રસિદ્ધ હરિ! નામે વેશ્યા રહેતી હતી, તે રાજાનું પ્રાસાદપાત્ર હતી, અને સર્વ સૌભાગ્યનું સ્થાન હતી. રાજાએ એવી વ્યવસ્થા કરી હતી કે જે વ્યાપારી ત્યાં આવે તેની પાસેથી તે પ્રતિવર્ષ ૧૦૮ સુવર્ણ મહારો લે. તે ઉપરથી તે વેશ્યાએ વીરદાસને બેલાવવાને પિતાની દાસીને મકલી, પણ વીરદાસ તો સ્વદારાથી સંતોષવાન હતો. તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com