________________
(
૭ )
નર્મદસુંદરી
હવે અહિં પાછળ વનને વિષે નર્મદા સુંદરી પંચ પરમેષ્ટીનું મરણ કરતી જેવી નિદ્રા ત્યજી ઊભી થાય છે, તેવી જ પતિને ન જેવાથી દુખી થઈ “પતિ હાસ્ય કરતા હશે” એમ ધારીને તે બેલી. “હે પતિ! આવે, અહિં આવ; મને ઉત્તર દઈને હર્ષ પમાડે.” પછી ભય પામતી નર્મદા સુંદરી જળાશયને તીરે, પગલે પગલે સ્થાને સ્થાને જોવા લાગી; પરંતુ તેણીએ પતિને જોયા નહિ. વનાદિકને વિષે જ્યારે કોઈપણ સ્થળે તેણના સ્વામી જડ્યા નહી ત્યારે તે ગાઢ સ્વરે એવી રીતે રુદન કરવા લાગી કે, પાસે રહેલા તે પણ તેને જોઈને વિલાપ કરવા લાગ્યા. પિતાના રૂદનનો પ્રતિધ્વનિ(પડઘે) ગુફા આદિને વિષે સાંભળીને તે જેમ મૃગતૃષ્ણા જઈ મૃગી દડે તેમ સર્વત્ર ફરવા લાગી. એવું એકે વન, વૃક્ષઘટા કે ગુફા નહોતી કે જ્યાં તે ફર્યા વિના રહી કે ગાઢ સ્વરે રૂદન કર્યા વિના રહી હોય ! એટલામાં ચંદ્ર ઉદયાચળ ઉપર આવ્યું, તેને જોઈને તો તે પતિના વિયેગથી અતિશય દુઃખી થવા લાગી. તેણીએ રાત્રીને સે વરસ જેવી કાઢી. વળી પ્રભાતે રૂદન ને રૂદન જ કરવા લાગી. “હે નાથ ! હે મહાપ્રેમરૂપી અમૃતથી પૂર્ણ ચંદ્રમા ! આ પ્રિયાને મૂકીને કેમ જતા રહ્યા ? ગયા તો ભલે, પણ એક વાર ઉત્તર, તો આપ.” આમ પિતે રડતી તથા પક્ષી, વૃક્ષ પ્રમુખને પણ રડાવતી, એવી અવસ્થામાં તેણે પાંચ દિવસ નિર્ગમન ક્ય. વળી વહાણ જ્યાં પૂર્વે લાંગર્યું હતું, તે સ્થળે જઈને પણ તેણીએ અત્યંત વિલાપ કર્યો. પણ પ્રાંતે નિરાશ થઈ પરમેશ્વરના વચનનું સ્મરણ કરી તેણીએ શેકનો ત્યાગ કર્યો “હે આત્મા ! તેં પૂર્વે ઉપાર્જન કરેલું જે કર્મ, તે જ હારે ભેગવવું પડે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com