________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૨૬ ) એ સાંભળીને સર્વ વહાણના હાંકનારાએ(ખારવાઓએ) એ પ્રમાણે કર્યું તે સમયે ઋષિદત્તાને પુત્ર મહેશ્વરદત્ત પણ પિતાના વિચારને માયાવડે ગુપ્ત રાખીને વહાણથી હેઠે ઊતરીને સમુદ્રના કિનારા ઉપરના વનમાં નર્મદા સુંદરીને કીડાથે લઈ ગયે. ત્યાં જઈ કઈ તળાવને કિનારે બેઠા. તેવામાં નર્મદાસુંદરીને નિદ્રા આવી તે વખતે તેણીને સ્વામી વિચારવા લાગ્યું કે“ જે હું એણના પ્રાણ લઈશ, તે મને સ્ત્રીહત્યાનું પાપ લાગશે; માટે એણીને અહીં જ મૂકીને જતો રહું. ” એમ ધારી તેણીને તે જ સ્થિતિમાં મૂકીને જતો રહ્યો. પછી વહાણ ઉપર આવીને તે માણસને કહેવા લાગ્યું. “અરે કઈ વાઘ આવીને મારી પ્રિયાનું ભક્ષણ કરી ગયે; હવે એના વિના હારું શું થશે ?” એમ કહી તે રુદન કરવા લાગે,
એટલે માણસોએ કહ્યું. “હે સ્વામિન ! પ્રિયાને અર્થે તે વળી કેણ ખેદ કરતું હશે ? જે તે ગઈ તે એક બીજી સારી નવી આવશે.” મહેશ્વરદત્તે કહ્યું “તે હવે અહિં એ રાક્ષસના રૂપમાં રહેલો વાઘ રહે છે, માટે આપણે શીધ્ર ચાલે. આપણે ક્ષણ પણ અહિં રહેવું ગ્ય નથી.” એટલે પછી ખારવાઓએ પ્રવહણને જલદી હંકાર્યું. પછી મહેશ્વરદત્તે વિચાર્યું. મેં એ મરજી મુજબ ચાલનારીને અહીં મૂકી તે ઠીક થયું.” અનુક્રમે ચાલતાં ચાલતાં તે યવનદ્વીપ પ્રત્યે પહોંચે. ત્યાં બહુ લક્ષ્મી ઉપાર્જન કરીને તે પિતાને નગરે પાછો આવે. માતપિતાને તેણે જણાવ્યું કે, “હારી સ્ત્રીનું કઈ રાક્ષસ ભક્ષણ કરી ગયે.” એટલે તેમણે વહનું કાર્ય કરી પુત્રને
એક બીજા શ્રેણીની પુત્રી પરણવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com