________________
( ૨૫ )
| નર્મદા સુંદરી શ્રવણ કરી નર્મદાસુંદરી બેલી-“હે સ્વામિન ! સ્વર સ્વભાવથી એમ જણાય છે કે, જે પુરુષ મધુર વાણીથી આ ગીત ગાય છે; તેનું શરીર શ્યામ છે; તેના હસ્ત, પાદ ને કેશ સ્થલ છે અને તે મહાસત્વવંત પુરુષ છે. કહ્યું છે કે જેનાં ચક્ષુ નેહવંત હોય તે ભાગ્યશાળી જાણ; જેના દાંત સ્નેહ યુક્ત હેય તે ભેજન પામે, જેની ત્વચા અનેહ યુક્ત હોય તે લક્ષમીવાનું થાય અને સ્નેહ યુક્ત પગવાળે પુરુષ વાહન પામે. વળી તે પુરૂષને ગુહ્યસ્થાન ઉપર મસ છે તથા વક્ષસ્થળને વિષે લાંછન છે, તેનું વય લગભગ બત્રીશ વર્ષનું છે તથા તેની છાતી બહુ . પહેલી છે.” આ સાંભળીને મહેશ્વરદત્ત વિચારવા લાગ્યો. “જેમ કૌશિક પક્ષી સાથે મેન લુબ્ધ છે તેમ આ હારી પ્રિયા એ પુરુષની સાથે લુબ્ધ જણાય છે; અન્યથા જેનું શરીર દેખાતું નથી એવા મનુષ્યનું રૂપ તે કેવી રીતે જાણી શકે? આટલા સમય સુધી હું એણીને મહાસતી જાણતો હતો, પણ એ તે અમારા કુશળ અને ઉજવળ કુળને કલંકરૂપ નીકળી ! અથવા શાકિની જેવી આ સ્ત્રીઓને કે બુદ્ધિમાન વિશ્વાસ કરે? કારણ કે, સ્વાર્થે સ્ત્રીઓ પોતાના પુત્રાદિકને પણ તૃણ સમાન ગણનારી છે. માટે આને આ જળસમુદ્રમાં પાડી નાખું કે કદલીની પેઠે ખડગવડે છેદી નાંખું?” એમ વિચારી આ વણિક એ ભલી સ્ત્રીનું કંઈ ભૂંડું કરવાનો વિચાર કરે છે, તેવામાં વહાણને માલુમ(ખા ) શઢ ઉપર ઊભા રહીને ઊંચે સ્વરે કહેવા લાગે. “ વહાણ ઊભું રાખે ને શઢ ઉતારી લે. રાક્ષસ દ્વીપ આવ્યો છે. ત્યાંથી જળ ઇંધણ પ્રમુખ સામગ્રી લઈયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com