________________
( ૧૫ )
સતી શીળવતી પામ્યા. તેજ અવસ્થા લલિતાંગની પણ ત્યાં આવવાથી થઈ. -આ પ્રમાણે ચારે કૂવામાં પડયાં તેમને દેરડે બાંધેલા શરીવલામાં અર્ધ અન્ન પાણી મળતું. નરકને વિષે નારકી જીવની પેઠે દુઃખ પામતા તેઓએ એકદા શીળવતીને કહ્યું “અમે સુધાથી પીડાઈએ છીએ; અમારા જેવા આત્માના અજાણ જ આ પ્રમાણે દુઃખના ભાજન થાય છે. હે સતિ ! મૂઢ એવા અમે લ્હારૂં માહાસ્ય જોયું; હવે કૃપા કરીને અમને કૂવામાંથી બહાર કાઢ.” શીળવતીએ કહ્યું. “જે તમે એક મહારૂં કહ્યું માને તે બહાર કાઢું. પેલા બોલ્યા. તમે કહેશે તે સુલભ હશે કે દુર્લભ હશે તે પણ કરીશું. પછી શીળવતીએ તેમને શીખવી રાખ્યું.
એવામાં તેને સ્વામી અજિતસેન આવ્ય, તેને સતીએ પેલા ચારે જણનું વૃત્તાંત ગુપ્ત રીતે કહ્યું. પછી શીળવતી કહે “એક વાર આપણે રાજાને પરિવાર સહિત ભજનને અર્થે નિમંત્રણ કરીએ. પછી એમને ઉઘાડા પાડીએ.” ત્યારપછી નેતરું આપી રાજાને જમવા બેલા. તે પણ આવ્યા. શીળવતીએ છાની રીતે રસવતી તૈયાર કરાવી મુકી હતી. હવે તેણીએ અવસર જાણીને પેલા ચારેને કુવામાંથી બહાર કાઢીને ઓરડામાં આસન ઉપર બેસાર્યા ને હુવરાવીને ચંદનનો લેપ કર્યો. એવામાં રાજા કહેવા લાગ્યા, “અરે મંત્રી ! જમવાનું અસુર થાય છે; ને તમારા ઘરમાં તે રસઈ પણ કરેલી જણાતી નથી.” મંત્રીએ કહ્યું- હે રાજન મ્હારા ઘરમાં હારી પ્રિયાને વશ એવા ચાર યક્ષે છે, તે જે જે માગશે તે તે આપશે. પછી રાજા પરિવારસહ જમવા બેઠે એટલે એ યોની પાસેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com