________________
આદ જે સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૧૬ ) રાઈ માંગીને તેમને જમાડ્યા. તે જોઈ રાજાએ કહ્યું. હે મંત્રી ! જે આ યક્ષે છે, તે પ્રિય અને મનગમતી રસોઈ આપે છે, માટે જે તે આપણી પાસે હોય તે માર્ગમાં રાંધવાની અડચણ વિના સૈન્યને ભેજન મળે. મંત્રીએ કહ્યું-હારી પ્રિયાને કહીને હું તમને આપીશ. પછી શીળવતીએ પેલા ચારેને કહ્યું–જે તમે હારૂં કહ્યું કરશે, તે જ તમને છોડીશ. પેલાએ હા કહી, એટલે તેમને પેટીમાં બેસાર્યા ને તેમને કહ્યું કે, આ પેટી રાજાને આપવાની છે. રાજા એક પ્રયાણ કરીને મધ્યાન્હ ભેજન માગે, ત્યાં સુધી તમારે બિલકૂલ બેલવું નહીં. જે વચ્ચે બોલ્યા તે મૃત્યુ આવ્યું જાણજે. તેઓએ હા કહી એટલે એ પેટી ભૂપતિને આપી તે તેણે હર્ષથી સ્વીકારી. એક પ્રયાણ કરી મધ્યાન્ડે રાજાએ પેટી ઉઘાડી તેમની પાસે રઈ માગી ત્યારે તે બેલ્યા. ભજન વિના તે અમારાં ય ગાત્ર શિથિલ થઈ ગયાં છે, તે તમને તે ક્યાંથી જ આપીએ? એ સાંભળી તેમને સ્વર તુરત ઓળખી તેમને બહાર કાઢયા ને શીળવતીનું સ્વરૂપ પૂછયું. તેમણે એ સ્વરૂપ નિવેદન કર્યું તે સાંભળીને રાજા હર્ષ પામે. પાછો આવી શીળવતીના શાળવ્રતની પ્રશંસા કરવા લાગે. “ તું હારી બેન છે” એમ કહીને તેણીને વસ્ત્રાભરણ આપ્યાં. આ વૃત્તાંત ઉપરથી સર્વ લેકે ચમત્કાર પામી બેલવા લાગ્યા. આ શીળવતી સતીઓમાં શ્રેષ્ઠ છે.”
પછી અજિતસેન પિતાની પ્રિયા સતી શીળવતી સાથે સંસારસુખ ભોગવતે ચિરકાળ પર્યત સુખમાં રહેવા લાગ્યું. તેને અનુક્રમે લક્ષ્મીધર અને ચંદ્રસેન નામના પુત્ર થયા. તેઓ નિરંતર જિનેક્ત ધર્મ કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com