________________
( ૧૭ )
સતી શીળવતી એકદા તે નગરને વિષે દમણ નામના સૂરિ પધાર્યા. તેમની પાસે અજિતસેન પ્રિયાને લઈને ધર્મ સાંભળવા ગયે. સૂરિએ દેશના આપી. ધર્મથી ઉત્તમ કુળને વિષે જન્મ, શરીરે સૌભાગ્ય, આયુષ્ય, બળ, નિર્મળ યશ, વિદ્યા અને દ્રવ્ય એટલાં વાનાં મળે છે. વળી મહાભયંકર અરણ્યમાંથી ધર્મ વિસ્તાર કરે છે. એ જે ધર્મ તે સમ્યક પ્રકારે સે છતાં, સ્વર્ગ અને મેલને દાતા થાય છે. પછી દેશનાને અંતે શીળવતીએ મુનિને પૂછ્યું. હે ભગવાન! મેં પૂર્વ ભવે શું કર્યું હશે ?” જ્ઞાની મહારાજાએ કહ્યું. “કુસુમપુર નગરને વિષે સુલસ નામને શ્રાવક રહેતો હતો, તેને સુયશા નામની સ્ત્રી હતી. તેમને સ્વભાવે ભદ્રક એ દુર્ગત નામને સેવક હતા. એ દુર્ગતને દુર્ગલા નામની સ્ત્રી હતી. એકદા એ દુર્ગિલા સુયશાની સાથે સાથ્વી પાસે ગઈ ત્યાં સુયશાને પુસ્તકની પૂજા કરતી જોઈ દુMિલાએ પૂછયું. “હે સાધ્વી ! આજે શું પર્વ છે?” સાધ્વીએ કહ્યું-“આજે શ્રતતિથિ વિખ્યાત જ્ઞાનપંચમી છે. આજ જ્ઞાનપંચમીને દિવસે ઉપવાસ કરીને જે પુસ્તકપૂજાપૂર્વક જ્ઞાનની પ્રભાવના કરે, તે સુખ, સૌભાગ્ય, ભાગ્ય, બુદ્ધિ આદિ વૈભવ પામીને અનુક્રમે મેક્ષ પ્રાપ્ત કરે છે. એ સાંભળી દુMિલા બેલી. “હારી સ્વામિનીને ધન્ય છે કે જે આ પ્રમાણે પંચમીનો તપ કરે છે. હું આ તપશ્ચર્યા કરવાને સમર્થ નથી. ” તેથી સાધ્વીએ કહ્યું-“ ત્યારે તું તારે આધીન એવું શીળવ્રત પાળ, જેથી તું સુખી થઈશ. હે વિવેકવાળી ! યાજજીવ પરપુરુષને ત્યાગ કર અને અષ્ટમી ચતુર્દશીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com